Editorial National Politics Trending

ક્યા બિન કૉંગ્રેસી વાડા પ્રધાનને સૌથી વધું વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : દેશ આઝાદ થયો ત્યારથી લાલ કિલ્લા પર દર 15 મી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સૌભાગ્ય માત્ર દેશના પ્રધાનમંત્રી ને જ મળે છે. દર વર્ષે 15 ઓગષ્ટે દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ફરકાવે છે અને દેશના નામે એક સંદેશ આપે છે.જવાહર લાલ નહેરુ થી લઇને નરેન્દ્ર મોદી સુધી ના પ્રધાન મંત્રીઓને લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા નું સૌભાગ્ય મળ્યું છે. અટલ બિહારી વાજપેયી સૌથી વધુ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવનાર બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી છે. તેમણે સતત 6 વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે

જેમાં  ગુલઝારીલાલ નંદા અને ચંદ્રશેખર, એવા પ્રધાનમંત્રી છે જેઓ પ્રધાનમંત્રી તો બન્યા પણ એકવાર પણ લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવવાની તક ન મળી. તેમાં પણ ગુલઝારીલાલ નંદા બે વાર દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા.

ત્યારે  એવા કેટલાયે પ્રધાનમંત્રી પણ રહી ચુક્યા છે, જેમણે 10થી વધુ વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન આપ્યું છે.

જવાહરલાલ નેહરુએ 15 ઓગષ્ટ 1947થી 1964 સુધી સતત 17 વાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેહરુએ પહેલીવાર લાલ કિલ્લા પર 15 ઓગષ્ટે નહીં પણ 16 ઓગષ્ટ 1947 એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

ઇન્દિરા ગાંધીને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવા નું સૌભાગ્ય 16 વાર પ્રાપ્ત થયું છે. જેમાં 1966 થી 1977ની વચ્ચે તેમણે સતત 11 વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.ઇન્દિરા ગાંધી પછી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનો નંબર આવે છે, જેમણે 10 વાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે.

રાજીવ ગાંધી અને નરસિંહ રાવે 5-5 વાર લાલા કિલ્લાથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે.જ્યારે ચૌધરી ચરણ સિંહ, વીપી સિંહ, એચડી દેવગૌડા, ઇન્દ્ર કુમાર ગુજરાલ, લાલ બહાદુર શાસ્ત્રીને આ પ્રકારનું સૌભાગ્ય માત્ર 1-1 વાર અને મોરારજી દેસાઈને બે વાર જ મળ્યું છે.