National

બીજા તબક્કાનું મતદાન/EVM ખોટવાયાની ફરિયાદો વચ્ચે 15.80કરોડ જેટલા મતદારો 1600 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : લોકસભા ચૂંટણીના બીજા ચરણમાં ગુરુવારના દિવસે સમગ્ર દેશભરમાં 12 રાજ્યોની 95 સીટો પર મતદાન શરૂ થયું છે. બિહારમાં 10 વાગે 19.5 ટકા મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે 9 વાગ્યા સુધીમાં અસમમાં પાંચ સીટો પર 9.51 ટકા મતદાન થયું છે. કર્ણાટકની 14 સીટો પર 1.14 % અને ઓરિસ્સાની પાંચ સીટ ઉપર 2.15 ટકા તેમજ યુપી ની આઠ સીટો પર 3.99 ટકા અને છતીસગઢ ની ત્રણ સીટ ઉપર 7.75 ટકા મતદાન થયું છે.

મતદાન શરૂ થયા પછી ઓરિસ્સા, મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તેમજ આસામમાં ઈવીએમ અને વVVPAT મશીનોમાં ખરાબી આવવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે.મીડિયા અહેવાલ મુજબ,  મથુરાના ગોવર્ધન બ્લોકમાં બુથ નંબર 46 પર બે કલાક સુધી મતદાન થઇ શક્યું જ ન હતું જ્યારે ઓરિસ્સાના સુંદરગઢ લોકસભા ક્ષેત્રમાં ઇવીએમ ખરાબ થવાના કારણે 70 મતદાન કેન્દ્રો પર અસર થઈ છે.

આ પહેલા બિહારની પાંચ સીટો પર સવારે આઠ વાગ્યે 12.6 27 ટકા મતદાન થયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ એ તમિલનાડુના શિવગંગા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે એ મહારાષ્ટ્રના સોલાપુર અને રજનીકાંતે તમિલનાડુમાં મતદાન કર્યું છે. પી.ચિદમ્બરમ ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ એ પણ પત્ની સાથે શિવ ગંગા સંસદીય ક્ષેત્રમાં મતદાન કર્યું છે. કાર્તિ એ શિવગંગા સીટ પર ચૂંટણી લડી રહ્યો છે.

અગાઉ ૯૭ સીટો પર મતદાન થવાનું હતું પરંતુ તમિલનાડુ અને ત્રિપુરાની એક એક સીટ પર મતદાન રદ કરવામાં આવ્યું હતું. જે સીટો પર મતદાન થઇ રહ્યુ છે, તેમાં ઉત્તર પ્રદેશની આઠ, બિહારની પાંચ, પશ્ચિમ બંગાળની ત્રણ, મહારાષ્ટ્રની દસ, તમિલનાડુની 38, કર્ણાટકની 14,ઓડિશાની 5, અસમની 5, છતીસગઢ 3, જમ્મુ-કાશ્મીરની 2 અને મણિપુર તથા પાંડુચેરી ની એક-એક સીટ પર મતદાન થવાનું છે. આ તમામ સીટો પર કુલ 15.80 કરોડથી વધારે મતદાતાઓ 1600 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરશે.