Editorial Humanity National

28 વિદ્યાર્થીઓ ભરેલી બસ પાણીમાં ડૂબી અને ચારે બાજુ સંભળાવા લાગી ચીસો અને પછી….?

મો.ન્યુ.ફો.નેટવર્ક : ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ ને લીધે જળ બમ્બાકર જેવી સ્થિતી થઈ છે. જેને લઇને, ઘરો અને રસ્તાઓ તળાવ બની ગયા છે. ત્યાં સુધી કે રસ્તા પર પાણી ભરાઈ જવાને લીધે વાહન ચાલકોને અંદાજ લગાવીને ડ્રાઈવિંગ કરવું પડી રહ્યું છે. ત્યારે મેરઠના પરતાપુર અને ખરખૌંદા વચ્ચેના ચંદસારા ગામમાં રેલવે અંડરપાસ પર વરસાદી પાણી માં બસ ડૂબતા 28 બાળકો ની જીંદગી દાવ પર લાગી ગઇ હતી.

મેરઠમાં શુક્રવારે ભારે વરસાદના પાણીમાં સ્કૂલની બસ લગભગ આખી ડૂબી ગઈ હતી. બસની છત જ બહાર દેખાતી હતી. જે બસ ડૂબી તે એન.કે.બી.આર સ્કૂલ ફફૂંડાની હતી. સ્કૂલ છૂટ્યા બાદ 28 બાળકો ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં આવતા રેલવે અંડરપાસમાં ભારે વરસાદને કારણે ઘણું પાણી ભરાઈ ગયું હતું. આખી બસમાં પાણી ભરાઈ ગયું હતું અને બાળકોની બૂમો સંભળાઈ રહી હતી. સ્થિતિને જોતાં, બસ સ્ટાફ, બાળકો અને ગામ લોકોના શ્વાસ લગભગ 30 મિનિટ સુધી અટકી ગયા.

વધુ પાણી ભરાયેલું જોઈ ડ્રાઈવર સુરેન્દ્રએ ધીરે-ધીરે બસને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ એવી થઈ ગઈ કે પાણી વધતું ગયું અને બસ પાછી લઈ જઈ શકાય એવું પણ ન રહ્યું. જોત-જોતામાં બસમાં કાચ સુધી પાણી ભરાઈ ગયું અને બસ ડૂબવા લાગી. ડ્રાઈવરે કોઈ રીતે બાળકોને ઈમરજન્સી એક્ઝિટથી બહાર કાઢવાનું શરૂ કર્યું. બાળકોની બૂમો સાંભળી ચંદસારા ગામનો સરતાજ ફરિશ્તો બનીને આવ્યો. તેણે સાહસ બતાવતા પાણીમાં છલાંગ લગાવી દીધી અને ડ્રાઈવરની મદદથી બાળકોને બસમાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધું

અને આ રીતે બાળકોને બચાવી લેવાયા.જે દરમિયાન બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા, એ દરમિયાન જ ટ્રેન આવી ગઈ. લોકો ગંભીર અકસ્માતની આશંકાથી ડરી ગયા. જાણકારોનું કહેવું છે કે, સારું છે કે, બધા બાળકો 11થી 15 વર્ષના હતા. તેમણે બહાર આવવામાં સહકાર આપ્યો. લોકોમાં ડર હતો કે જો નાની ઉંમરના બાળકો હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત.

About the author

Editor

Featured