Gujarat

સુરતના 9 જેટલા બિલ્ડરો-જમીન દલાલો 8 બાર ગર્લ્સ સાથે પકડાતા ખળભળાટ, જાણો સમગ્ર હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી પોલીસે બુધવારે મોડીરાત્રે અચ્છાડ વિસ્તારમાં ગ્રીન પાર્ક હોટેલમાં રેડ પાડી હતી. આ દરમિયાન ત્યાં અશ્લીલ કૃત્ય અને ડાન્સ કરતી મુંબઈની બાર ગર્લ્સ સાથે સુરતના અડાજણ-પાલના મોટાગજાના 9 બિલ્ડરો રંગેહાથ પકડાયા હતા. બિલ્ડરોએ બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. પોલીસે હોટેલના માલિક, મેનેજર, કેશિયર, તેમજ 8 બાર ગર્લ્સ,સુરતના 9 બિલ્ડર મળીને 22 જણાની ધરપકડ કરી હતી. પકડાયેલા બિલ્ડરોમાં એક બિલ્ડરના પિતા ભૂતકાળમાં કોંગ્રેસના કોર્પોરેટર હોવાનું ચર્ચાય છે.

તલાસરી પોલીસના જણાવ્યા અનુસાર, ગ્રીન પાર્ક હોટેલમાં મુંબઈની બાર ગર્લ્સ લાવીને અશ્લીલ કૃત્ય અને ડાન્સનું આયોજન નિપમ સુરેશ શાહ(રહે,પ્રસ્ટીઝ ટાવર, ગરનાળા રોડ, ભિલાડ) અને તેના સાગરિત હશન શબ્બીર ખાને(રહે.કાશ્મીરા, મીરા રોડ,મુંબઈ) કર્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી હતી.તલાસરી પોલીસના પીઆઈને બિલ્ડરોના નામો બાબતે પૂછતાં તેમણે નિયમ પ્રમાણે નામ આપી શકાય તેમ નથી એમ કહીને જાણે બિલ્ડરોના ખોળામાં બેસીને મોટો વહીવટ કરી લીધો હોય એવી આશંકા છે.