97 વર્ષની જૈફ વયના ધીરજલાલની ધીરજની કોરોના સામે થઈ પરીક્ષા પણ છેવટે.....? જાણો શુ આવ્યું પરિણામ

97 વર્ષની જૈફ વયના ધીરજલાલની ધીરજની કોરોના સામે થઈ પરીક્ષા પણ છેવટે.....? જાણો શુ આવ્યું પરિણામ

દ​ક્ષિણ મુંબઈના રહેવાસી ધીરજલાલ દેસાઈ કોરોના સામે જંગ લડ્યા ને એક વખતે તેમણે આશા છોડી દીધી હતી, પણ પરિવારના એકધારા મોટિવેશન, ડૉક્ટર્સના પ્રયાસો તથા પોતાના મનોબળને લીધે આજે સાજા થઈ ગયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  જો તમારૂ મનોબળ અને મનો​નિર્ધાર મક્કમ હોય તો સર્વાઇવલ અને કોવિડને હરાવવાનું ખરેખર શક્ય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર મુંબઈ માં રહેતા. ૯૭ વર્ષની જૈફ વયના ધીરજલાલ દેસઈની આ ઘાતક બીમારીમાંથી સાજા થવાની ઘટના ઘણા લોકો માટે આશાનું કિરણ બની છે.

 દક્ષિણ મુંબઇના રહેવાસી ધીરજલાલ ૩૪ દિવસ સુધી હોસ્પિટલમાં કોવિડ સામે જંગ લડ્યા અને તેમાંથી ૯ દિવસ આઇસીયુમાં હતા. એપ્રિલના બીજા સપ્તાહે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

તેમને હળવા કોવિડ સાથે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને સેપ્સિસ થઈ ગયું હતું અને અન્ય કૉમ્પ્લીકેશન્સ તો હતા. તેમને આઇસીયુમાં ફેરવવામાં આવ્યા હતા. તેમણે જીવવાની આશા જ છોડી દીધી હતી પરંતુ પરિવાર દ્વારા ફોન કૉલ્સથી તેમને મૉટિવેટ કરવાનું શરૂ કર્યું હતું.