EDUCATION Gujarat

વિદ્યાર્થીઓ-વાલીઓ આનંદો..!!! RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઇ સરકારની મહત્વની જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાતમાં RTE ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ હતી, ત્યારે તેને લંબાવવા માટે પૂછતા એવું જાણવા મળ્યું હતું કે તારીખ લંબાવવામાં આવશે નહીં. ત્યારબાદ તારીખ લંબાવવા માટે CMOમાં કરેલી રજૂઆત નો પ્રતિભાવ નહીં મળતાં છેવટે મોર્નિંગ ન્યુઝ ફોક્સ ના તંત્રી જશવંત પટેલે PMO માં  15 એપ્રિલ ને બદલે 25 એપ્રિલ સુધી દસ દિવસ માટે સમયગાળો લંબાવાય તે અંગે રજૂઆત કરી હતી.

ત્યારે છેવટે ગુજરાત સરકારે PMO ના આદેશાનુસાર ગુજરાતમાં RTE ના ફોર્મ ભરવાની ની તારીખ 15 એપ્રિલ ને બદલે ૨૫ એપ્રિલ કરવાની ફરજ પડી હતી. આમ દસ દિવસ સમયગાળો લંબાવવામાં આવતા વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. ત્યારે હવે RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓને ફોર્મ અને ડોક્યુમેન્ટ સબમીટ કરવાની મુદ્દત માં પણ વધારો કરાયો છે. હવે અરજદારો 29 એપ્રિલ સુધી દસ્તાવેજ જમા કરાવી શકશે.

શિક્ષણ વિભાગે વર્ષ 2019-20 માટે RTEમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો 25 એપ્રિલએ અંતિમ દિવસ છે. ત્યારે વાલીઓને ફોર્મ અને ડોક્યુમેન્ટ સબમીટ કરવામાં સરળતા રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મની કોપી અને ડોક્યુમેન્ટ જમા કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે.અગાઉ 26મી એપ્રિલ સુધી વાલીઓએ ભરેલા આરટીઈના ઓનલાઈન ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા. પરંતુ ફોર્મ સબમીટ કરવાની તારીખમાં વધારો કર્યા બાદ હવે 29મી એપ્રિલ સુધી વાલીઓ તેમના ફોર્મ રિસિવિંગ જમા કરાવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી કુલ 1.70 લાખ જેટલા ઓનલાઈન ફોર્મ અત્યાર સુધી ભરાઈ ચૂક્યા છે.29મી તારીખે ફોર્મ સ્વિકારાયા બાદ ફોર્મની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે.મહત્વનું છે કે RTE ના ફોર્મ ભરાવા ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એડમીશન પ્રક્રિયા હાથ ધરાશે.. જોકે એડમીશન ની પ્રક્રિયા માં જો કોઈ સ્કુલ સંચાલક ગરીબ બાળકને પ્રવેશ આપવામાં ઇનકાર કરશે તો RTE ના કાયદા પ્રમાણે કાર્યવાહી હાથ ધરાશે.