Editorial Gujarat Politics

જયન્તિ ભાનુશાળી કેસ મામલે મોટો વળાંક : પીડીતાએ પત્ર લખી કરી ચોંકાવનારી જાહેરાત

મો.ન્યુ.ફો.નેટવર્ક : ભાજપાના અગ્રણી જયંતી ભાનુશાળી સામે એક પછી એક નવા મુદ્દાઓ તેમને સંડોવતા ખૂલી રહ્યા છે. ત્યારે હવે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની લંપટલીલાનો ભોગ બનેલી મનિષા ગોસ્વામીએ સાબરમતી મહિલા જેલમાંથી જયંતીના સેક્સ કૌભાંડ અંગે કોર્ટને ઉદ્દેશીને પત્ર લખ્યો છે.જે સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયેલ છે.

આ પત્રમાં જણાવાયું છે કે, હું જેલમાં આપઘાત કરૂ તો જયંતી ભાનુશાળીને જ તેના માટે જવાબદાર ગણવો. તે અત્યંત વગદાર વ્યક્તિ હોવાથી પોલીસ પણ કાંઇ પગલા લેતી નથી. મનિષા ગોસ્વામીના આ પત્રમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, મને જેલમાં પણ ખુબ જ ત્રાસ આપવામાં આવે છે અને મને જામીન પર પણ છુટવા દેવાતી નથી.

ભાજપમાં મોટા હોદ્દા આપવાની લાલચ આપીને જયંતી ભાનુશાળીએ મારી સાથે મીઠી-મીઠી વાતો કરીને ભોળવી હતી અને ત્યારબાદ તેની પાપલીલા ઉઘાડી કરવા બદલ મારી સામે જ ફરિયાદ કરાવીને મને જેલમાં મોકલી આપી હતી. નરોડા પોલીસે પણ ગેરકાનૂની રીતે મારા ઘરમાં પ્રવેશીને મારી ધરપકડ કરી હતી.