અંબાજી-પીપાવાવ પરનો એક એવો હાઇવે રોડ જયાં વાહન ચાલકો વાહન ચલાવતાં ડરે છે, કારણ જાણી ચોકી જશો

0
1407

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઊંઝા : ઉત્તર ગુજરાતમાં સિધ્ધપુર ખેરાલુ હાઇવે પર બિલિયા થી ખોડા વચ્ચે આવેલા હાઈવે રોડ ની હાલત એટલી બધી ખરાબ થઈ ગયેલી છે કે આવા હાઇવે પર વાહન ચાલકો પોતાનું વાહન ચલાવતા પણ ડર અનુભવી રહ્યા છે કારણકે અહીંયા રોડ ઉપર મોટા મોટા કાંકરા, કપચી વગેરે એટલી હદે પડેલું છે કે જેથી વાહનમાં પંચર પડવાની ઘટનાઓ તો રોજિંદી બની ગઇ છે,પણ એ ઉપરાંત એ કાંકરા ઊડી ને સામે આવતાં વાહનો પર અથડાય છે,જેને લઇ લોહી લુહાણ ની ઘટનાઓ પણ બની ચૂકી છે,પણ તંત્ર ને ચાલકો ની આ મુશ્કેલી જાણે દેખાતી જ ના હોય એમ આંખ આડા કાન કરી રહ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં પાટણ થી અંબાજી સુધીનો હાઇવે રોડ ફોરલેન થઈ રહ્યો છે. જેમાં બિલિયા થી કહોડા વચ્ચેના રોડ પર કામ ચાલી રહ્યું હતું પરંતુ દિવાળીને કારણે તેમજ ચોમાસામાં વરસાદને કારણે આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે રોડ ઉપર મેટલ પાથરી દીધેલ હોઇ અહીંથી વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.નાના મોટા અકસ્માતો ની ઘટનાઓ પણ બનતી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.ત્યારે આ રોડ નું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ ભારતીય જનસેવા મંચ દ્રારા કરવામાં આવી છે.