Editorial Gujarat Politics Religious News Trending

ગુજરાતમાં નવરાત્રિ વેકેશનને લઇ ખાનગી શાળાઓના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે મૂંઝવણ

મો.ન્યુ.ફો.નેટવર્ક : દેશના ભવિષ્ય માટે શિક્ષણ મહત્વનો પાયો છે એમાં પણ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે શિક્ષણ પ્રાણપ્રશ્ન રહ્યો છે ત્યારે સમય અગાઉ રૂપાણી સરકારના રાજય કક્ષાના મહિલા શિક્ષણ મંત્રીએ નવરાત્રિ દરમ્યાન શાળાઓમાં પણ નવરાત્રિ વેકેશન જાહેરાત કરીને શિક્ષણ જગતમાં ભૂકંપ સર્જી દીધો હતો.ત્યારે સુરત સહિતના કેટલાંક શહેરોમાં ખાનગી શાળા સંચાલકોએ વિરોધ નોંધાવી વેકેશન નહીં આપવાનું જણાવ્યું હતુ.પણ હવે જેમ જેમ નવરાત્રિ નજદીક આવતી જાય છે તેમ તેમ વેકેશન મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણો વધી રહી છે.

હવે નવરાત્રિ ને આડે ગણતરીના જ દિવસો બાકી રહયા છે,ત્યારે સુરતમાં ખાનગી શાળા સંચાલકો એ નવરાત્રિ દરમ્યાન વેકેશન નહીં આપવાનો નિર્ણય કરી રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને પત્ર લખી રજુઆત કરી હોવાનું ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશ પટેલે Morning News Focus સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ થી બદલાયેલ અભ્યાસક્રમ ખૂબ જ લાંબો હોઇ વિજ્ઞાન પ્રવાહ અને SSC ના વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ જો ઝડપી પુર્ણ થાય તો વિદ્યાર્થીઓ ને પુનરાવર્તન માટે યોગ્ય સમય મળી શકે, તે હેતુથી મોટા ભાગના વાલીઓ દ્રારા પણ ખાનગી શાળાઓને નવરાત્રિ વેકેશન નહીં આપવાની લેખિત રજૂઆતો કરી હોવાનું મહેશ પટેલે જણાવ્યું હતુ.

ત્યારે આ બીજી બાજુ એ પણ સમસ્યા સર્જાઈ છે કે જો સરકારના આદેશ ની ઉપરવટ જઇ ખાનગી શાળા સંચાલકો શાળા ચાલુ રાખે અને કોઈ અનિચ્છનીય ઘટના કદાચ બને તો શાળા સંચાલકો માટે ‘ ઉર માંથી ચુંર’ મા પડવા જેવી હાલાત થઈ શકે છે.ત્યારે આ માટે શિક્ષણ બોર્ડ દ્રારા વચ્ચેનો માર્ગ કાઢી ને થોડી છૂટ છાટ આપી મર્યાદિત સમય માટે વિજ્ઞાન પ્રવાહ અને SSC , HSC(કોમર્સ)ના વિધાર્થીઓ માટે છૂટ છાટ અપાય તેવી માંગ કરી છે.

બીજી બાજુ મહેશ પટેલે એ વાતનો પણ આડ કતરી રીતે સ્વીકાર કર્યો હતો કે ડી.ઇ.ઓ. ની મંજુરી મળશે તો જ શાળાઓ ચાલુ રાખી શકાય એના માટે
ડી.ઇ.ઓ ને રજુઆત કરવાનું એમણે જણાવ્યું હતુ.જે હોય તે પણ હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નવરાત્રિ વેકેશન ને લઇ ભારે મૂંઝવણ પ્રવર્તી રહી છે.

About the author

Editor

Featured