Accident Gujarat

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત : 4 નાં મોત, જાણો અકસ્માતનું કારણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવેના ફતેહપુરા નજીક સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા 4ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત અને મૃતકોને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર પાંચેય યુવક મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. કાર (સ્વીફ્ટ ડીઝાયર- MH-04-DN-9975)એટલી ઓવરસ્પીડ હતી કે તેનું ટાયર ફાટતા કાર રેલિંગ સાથે અથડાઈને એક્સપ્રેસ હાઈવે પરથી 20 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં સવાર પાંચમાંથી ચારના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવકો મુંબઈમાં બિઝનેસ કરતા હતા.
મૃતક-ઈજાગ્રસ્તનું નામ
1. બળવંત નાઈ
2. નારાયણ પુરોહિત
3. ઈશ્વર
4. હરજીવન
5. નારાયણ પુરોહિત (ઘાયલ)