Breaking : AAP એ આરોગ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યો : " ઇન્જેક્શન આપો,નહિ તો રાજીનામુ આપો"

Breaking :  AAP એ આરોગ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યો : " ઇન્જેક્શન આપો,નહિ તો રાજીનામુ આપો"

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  સુરતમાં વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે. દવાખાનાઓમાં નથી મળતા બેડ, નથી મળતો પૂરતો ઓક્સિજન કે  નથી મળી રહ્યા ઇન્જેક્શન ત્યારે સરકાર ક્યાંકને ક્યાંક આ મુદ્દે નિષ્ફળ નીવડી હોય તેવો ઘાટ ઘડાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી સુરતના હોવા છતાં પણ સુરતમાં કોરોના ને લીધે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કર્યો હતો

સુરતની સીવીલ અને સ્મીમેરમાં લોકો દવા,સારવાર,બેડ,ઓક્સિજન અને રેમેડેસિવર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે, જેના વિરોઘમાં SMC વિરોઘપક્ષ નેતા ધર્મેશ ભંડેરી,દડંક ભાવનાબેન સોલંકી સહિતના નગરસેવકો અને AAPના કાર્યકર્તાઓ દ્વારા આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના ઘરનો ઘેરાવ કરી ' ઇન્જેક્શન આપો, નહિ તો રાજીનામુ આપો ' ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં જ્યારે ઇન્જેક્શન ની અછત ઊભી થઇ છે ત્યારે બીજી બાજુ સુરત ભાજપ કાર્યાલય દ્વારા ઇન્જેક્શન નું વિતરણ થતા સરકાર સામે અનેક સવાલો ખડા થયા છે.

વિડીયો જોવા નીચેની લિંક ક્લિક કરો...