Bollywood Editorial National

શોક સભામાં અભિષેક બચ્ચને એવું તેં શુ કર્યું કે સોશ્યલ મીડિયામાં લોકોએ કરી આકરી નિંદા

મો.ન્યુ.ફો.નેટવર્ક : ઉદ્યોગપતિ રાજન નંદાના અવસાન પછી તેમનો પરિવાર અને દોસ્ત શોકમાં ડૂબેલા છે. રાજન નંદા બોલિવૂડના કપૂર અને બચ્ચન પરિવારના એકદમ નજીકના સંબંધી હતાં. નોંધનીય છે કે તે અમિતાભ બચ્ચનના વેવાઈ અને રાજકપૂરના જમાઈ પણ હતાં. તે રાજકપૂરની સૌથી મોટી દીકરી રિતુ નંદાના પતિ હતાં.

રવિવારે રાત્રે યોજાયેલ રાજનની શોકસભામાં બચ્ચન પરિવાર અને કપૂર પરિવારના પણ અનેક સદસ્ય પહોંચ્યા હતાં.શોકસભામાં શ્વેતા નંદાનો ભાઈ અભિષેક બચ્ચન પણ હાજર હતો. જોકે, હવે શોકસભામાંથી અભિષેક બચ્ચનનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં અભિષેક બચ્ચન હસતો જોવા મળી રહ્યો છે. તેના હસવાના કારણે અભિષેક બચ્ચન ટ્રોલ થયો હતો.

આ વીડિયોને લઈને યૂઝર્સે શોકસભામાં હાજર રહેલા લોકોના વર્તન પર પણ અનેક સવાલ ઉઠાવ્યાં હતાં. ખાસ તો અભિષેક બચ્ચન પર લોકોએ ખૂબ જ સવાલ ઉઠાવ્યાં હતાં. એક યૂઝર્સે તો ત્યાં સુધી કહી દીધું હતું કે અભિષેક બચ્ચન તે માટે ખુશ છે કારણકે હવે રાજનની સંપત્તિ તેની બહેનને મળવાની છે.