Editorial National Trending

અધધધ..ઍક વર્ષમાં ગુમ થયા આટલા બધા બાળકો ? ગૃહ મંત્રાલય નો આ આંકડો જાણી તમે પણ ચોકી જશો

મો.ન્યુ.ફો.નેટવર્ક :  ગુજરાત સહીત દેશના જુદા જુદા રાજ્યો માંથી બાળકોની ચોરીની શંકામાં 20થી વધુ લોકોની ટોળાંએ મારી-મારીને હત્યા કરી દીધી છે. ત્યારે ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરાયેલા 2016ના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો દેશના જુદા-જુદા વિસ્તારોમાં બાળકો ગુમ થઈ રહ્યાં હોવાનો ડર બિલકુલ પાયાવિહોણો કહી શકાય નહીં.

ખાસ કરીને ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરાયેલા 2016ના આંકડાઓ મુજબ વર્ષે આખા ભારતમાંથી આશરે 55 હજાર બાળકોના અપહરણ કરવામાં આવ્યા હતા. આ આંકડો એક વર્ષ પહેલા એટલે કે, 2015ની સરખામણીએ 30 ટકા વધારે છે.ગૃહ મંત્રાલયના 2017-18ના રિપોર્ટ અનુસાર 2016માં 54,723 બાળકો ગુમ થયા પણ માત્ર 40.4 કેસમાં જ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા. 2016માં અપહરણના કેસોમાં દોષ સાબિત થવાનો દર માત્ર 22.7 ટકા જ રહ્યો. આ જ રીતે 2015માં આવા 41,893 કિસ્સા નોંધાયા જ્યારે 2014માં આ સંખ્યા 37,854 હતી. 2017ના આંકડા હજુ રજૂ કરવામાં આવ્યા નથી.

મળતા મીડિયા અહેવાલ મુજબ, ‘હાલમાં જ મારી-મારીને હત્યાના મોટાભાગના કિસ્સામાં સોશિયલ મીડિયા પર બાળકો ઉઠાવવાની અફવાઓ હતી. આકડા જણાવે છે કે, બાળકોના અપહરણનો ડર, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, પૂરી રીતે પાયાવિહોણો નથી.’ ગુરુવારે ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તે ઘટનાઓની જાણ મેળવવાનું કહ્યું હતું જેમાં સોશિયલ મીડિયા પર બાળકો ઉઠાવવાની અફવાઓ બાદ ભીડે મારી-મારીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.