Accident Gujarat

થરાદ- સાંચોર હાઈવે પર લક્ઝરી બસ અને જીપનો ગમ્ખવાર અકસ્માત, ૩ ના મોત

રાજસ્થાન જતી લક્ઝરી બસ અને જીપ સાથે અકસ્માત સર્જાયો

અકસ્માત સર્જીને ડ્રાઈવર ગાડી મૂકી ફરાર

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : થરાદ-સાંચોર હાઈવે પર ખાનગી બસ અને જીપનો અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે જીપમાં સવાર પેસેન્જરોને નાની મોટી ઈજા પહોંચી હતી. તેમને નજીકની હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયા હતા.

મળતી માહીતી મુજબ, પીલુડા ગામ પાસે પેસેન્જર લઈ જતી રાજસ્થાનની લક્ઝરી બસની એક જીપ સાથે ટક્કર થઈ હતી. જેમાં જીપમાં સવાર ત્રણ પેસેન્જરના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને 108ની ટીમ દોડી ગઈ હતી.

જીપ સાથેના અકસ્માત બાદ લકઝરી બસનો ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.