Accident Gujarat

અકસ્માત/બ્રેક ફેલ થતાં એસ.ટી.બસના 70 મુસાફરોની ચીસો થી અરવલ્લીની ગિરીમાળાઓ ગમગીન બની પણ…..

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાત એસ.ટી. નિગમ દ્રારા હજુ પણ કેટલીક ખખડધ્વજ બસો દોડાવવામાં આવી રહી છે,જેને કારણે ઘણી વાર બ્રેક ફેઇલ જેવી ટેક્નિકલ ખામીઓ સર્જાતાં મુસાફરો ના જીવ જોખમમાં મુકાતા હોય છે,કેટલાય મુસાફરોએ જીવ ગુમાવવા ના કિસ્સા પણ બની ચુક્યા છે છતાં પણ ‘એસ. ટી. અમારી,સલામત સવારી’ નો નારો આપનાર એસ. ટી. તંત્ર હજુ પણ લાપરવાહ ક્યાં સુધી રહેશે એ સમજાતું નથી.

તાજેતરમાં એસ.ટી. તંત્રની જ લાપર વાહીને લીધે અંબાજી અને દાંતા વચ્ચે એસટી બસનો અકસ્માત થવાની ઘટનામાં આશરે 30 જેટલા મુસાફરો ને નાની મોટી ઈજાઓ પહોચી હતી,જેથી તમામ ઇજાગ્રસ્તોને 108 ની મદદથી દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સાંજના ના સમયે યાત્રાધામ અંબાજી થી એસટી બસ ભાભર જઇ રહી હતી. જ્યારે એસટીબસ ત્રિશુળિયા ઘાટ પરથી પસાર થઇ હતી તે સમયે બસની બ્રેક ફેઇલ થતાં બસ ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની બાજુના પહાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના પગલે 70 મુસાફરો પૈકી 30 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને લોકોની મદદે આવી પહોંચી હતી. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હોતી.રોડ પરથી પસાર થતાં વાહનોમાંથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા.