Editorial National Politics

કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ હેલ્મેટ પહેરવા છતાં પણ ભરવો પડશે હેલ્મેટનો દંડ, જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાલમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારો ટ્રાફિક અને રોડ સેફ્ટી ના નિયમો ને લઇને કડક વલણ અપનાવી રહી છે,ત્યારે હવે હેલ્મેટ ને લઇ સરકાર ઍક મહત્વનો નિર્ણય લેવા જઇ રહી છે,જેમાં તમે પહેરેલ હેલ્મેટ ISI માર્કા વાળું ના હોય તો પણ તમારે દંડ ચૂકવવો પડી શકે છે.

મળતી માહીતી મુજબ, ચાર મહિના પહેલા હલકી ગુણવતા અને ISI માર્ક વગરના હેલમેટ ઉત્પાદન અને તેના વિચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સરકાર ઓક્ટોબરથી તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. આ મામલે રોડ મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફકેશન જાહેર કરી દીધું છે.

જો કે, હેલમેટની ગુણવતા અંગે આ વર્ષે 20 માર્ચના રોજ ‘હેલમેટ ક્વાલિટી કંટ્રોલ ઓર્ડર, 2018’ અનુસાર હેલમેટનું ઉત્પાદન ભારતીય માનક બ્યૂરોને અનુરૂપ અને આઈએસાઈ માર્ક સાથે કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલમેટ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર, 2018 અનુસાર હેલ્મેટના બનાવવા માટે વસ્તુઓ અને સામગ્રીની ગુણવતા નક્કી કરવાની જવાબદારી માનક બ્યૂરોની રહેશે અને તેઓ જ તૈયાર હેલમેટને પ્રમાણિત કરશે

વળી, ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ ઓક્ટોબર મહિના બાદ ગેજેટમાં પ્રકાશિત થયા બાદ ટ્રાફિક પોલીસ આઈએસઆઈ માર્ક વગરનું હેલમેટ પહેર્યું હશે તો દંડ ફટકારશે. એટલા માટે આજે જ ચેક કરી લેજો તમારું હેલમેટ.