Editorial National Politics

લોકસભામાં રાહુલ ના આંખ મારતા વાયરલ ફોટો ને લઈ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરીયરે શુ કહ્યુ ? જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બોલતાં બોલતાં અચાનક પીએમ મોદી પાસે ગયા અને તેમને ઊભા થવા માટે કહેવા લાગ્યા. પીએમ મોદી ઊભા ન થતા રાહુલ તેમને ભેટી પડ્યા. પછી નરેન્દ્ર મોદીએ રાહુલને બોલાવીને તેમની સાથે હાથ મિલાવ્યો. ત્યાર બાદ રાહુલ પોતાની સીટ પર બેસી ગયા અને તેમણે મસ્તીમાં આંખ મારી દીધી.જો કે રાહુલ નું આ વર્તન અનમેચ્યોરીટી પ્રગટ કરતું હતુ.

રાહુલ ગાંધી નો આ આંખ મારતો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે,જેને મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશની આંખોના ઈશારા સાથે જોડવામાં આવી રહ્યો છે. બીજી તરફ પ્રિયા પ્રકાશે આ મુદ્દે ટિપ્પણી કરી છે અને કહ્યું કે આ ફોટોગ્રાફ જોઈને તે ખુબ ખુશ થઈ છે.

જો કે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા પર ઍક આંખ મારતો વીડિયો વાઈરલ થવાને કારણે પ્રિયા પ્રકાશ છવાઈ ગઈ હતી. મલયાલી ફિલ્મ ‘ઓરૂ અડાર લવ’થી ડેબ્યૂ કરનારી પ્રિયાની એક નાનકડા વીડિયો કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. રાહુલ ગાંધીના આંખ મારવા પર પ્રિયા પ્રકાશે કહ્યું કે, ‘તેમની આવી તસવીર જોઈને મને ખુબ આનંદ થયો છે.’