Gujarat

બર્થ ડે સેલિબ્રેશનના નામે બંગલામાં ચાલતી હતી દારૂની પાર્ટી અને પોલીસ ત્રાટકી પછી…… જાણો શુ થયુ ?

મોહિલ પટેલ નામના યુવકનો બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી પાર્ટી યોજી હતી.

ત્રણ યુવતી સહિત 10ની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી.

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બેરોકટોક દારૂ વેચાય પણ છે અને બિન્દાસ્તપણે દારૂની પાર્ટીઓ પણ થાય છે ત્યારે તાજેતરમાં અમદાવાદમાંથી જ આવી એક દારૂની પાર્ટી ઝડપાઇ છે જેમાં જન્મદિને બંગલાના ધાબા પર દારૂની મહેફિલ માણતાં ભાઈ-બહેન અને પતિ-પત્ની મળી 10 જેટલા લોકો ઝડપાયા છે.

પ્રાપ્ત માહીતી મુજબ,અમદાવાદના બોડકદેવ ખાતે રિજન્ટ પાર્ક બંગલોમાં રહેતો અને નાગપુરમાં નોકરી કરતો મોહિલ પટેલ નામના યુવકનો બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે ધાબા પર દારૂની પાર્ટી કરી હતી.ત્યારે વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર યુવક યુવતીઓની દારૂની મહેફિલ ચાલે છે. પોલીસે 4 નંબરના બંગલામાં રેડ કરી ત3 યુવતીઓ અને 7 યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધાં હતાં.

મહેફિલ માણતા ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઈ- બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે.પોલીસે હાજર એક શખ્સની પૂછપરછ તેનું નામ મોહિલ પટેલ હોવાનું જણાવ્યુ હતું. બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી.

દારૂ પાર્ટીમાં પકડાયેલ નબીરા……

(1)મોહિલ પટેલ (ઉ.વ 27, રિજન્ટ પાર્ક બંગલોઝ, બોડકદેવ)

(2)કિર્તન પટેલ (ઉ.વ 23, સોમેશ્વર પાર્ક, થલતેજ)

(3)ગિરીશ ફુલવાણી (ઉ.વ 26, હરેકૃષ્ણ ટાવર, ઉસ્માનપુરા)

(4)કરણ પટેલ (ઉ.વ 24, ત્રિશુલા ટાવર, હેબતપુર)

(૫)ચિરંતન વિક્રમ શાહ (ઉ.વ 27, વર્ધમાન ફ્લેટ, નવરંગપુરા)

(6)શીખા વિક્રમ શાહ (ઉ.વ 26, વર્ધમાન એપાર્ટમેન્ટ, નવરંગપુરા)

(7)કુશાન કંસારા (ઉ.વ 26, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઇટ)

(8)હિમાની કુશાન કંસારા (ઉ.વ 24, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઈટ)

(9)રિષભ ગુપ્તા (ઉ.વ 24, ત્રિશુલ વાટિકા, હેબતપુર)

(10)દેવયાની પટેલ (ઉ.વ 25, હિન્દૂ કોલોની, નવરંગપુરા)

About the author

Editor