Editorial Gujarat Politics

હાર્દિક અને લલિત વસોયાની ધરપકડ બાદ વસોયાએ સરકારને શુ ચીમકી આપી ? જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : જેતપુરના ભૂખી ગામે ભાદર બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ કે, જળસમાધિ લેવાની મને ઈચ્છા નથી.પરંતુ પ્રજાના પ્રશ્ને જે કાંઈ કરવુ પડશે તે કરીશ. તેમણે કહ્યુ કે મારો વિરોધ જેતપુરના ઉદ્યોગપતિઓ સામે નથી.

જેતપુરના ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવા મુદ્દે જળસમાધી સંમેલન કાર્યક્રમમાં લલીત વસોયાની સાથે સૌરાષ્ટ્રના 11 જેટલા ધારાસભ્યો જોડાયા છે. પરંતુ સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ સુધી જાય તે પહેલા પોલીસે હાર્દિક પટેલ અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લલિત વસોયાએ સરકારને ચીમકી આપતા જણાવ્યું કે, ભલે પોલીસે મારી અટકાયત કરી છે, પણ હું જામીન પર બહાર આવ્યા પછી ફરીથી જળસમાધિ લઈશ.