Editorial National Politics

પેટ્રોલ,ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા બાદ મોદી સરકારનો આમ જનતાને વધું ઍક ઝટકો

મો.ન્યુ.ફો.નેટવર્ક : ‘ મોદી સરકાર, મોંઘી સરકાર નું સૂત્ર અવાર નવાર સાર્થક થતુ જોવા મળી રહ્યુ છે,નોટ બંધી ના મોટા ઝટકા બાદ સરકારે પેટ્રોલ- ડીઝલ માં ભાવ વધારો કર્યો,હજુ એટલું ઓછું હોય ઍમ છેવટે રાંધણ ગેસ માં સબ સીડી ના નાટક સાથે બાટલા ના ભાવમાં વધારો કરી રહેલી મોદી સરકાર નું ઍક સૂત્ર છે,કે પહેલા આદત પાડો પછી ઝટકા આપો. જેમ રિલાયન્સ કંપનીએ શરૂમાં લોકો ને ફ્રી માં 4G ની આદત પાડી ઍમ મોદી સરકારે પહેલા લોકો ને ક્રેડિટ,ડેબિટ કાર્ડ ની કૈશબેક ના નામે આદત પાડી ને હવે કૈશબેક માં ઘટાડો કરી પોતાનો અસલી રંગ પ્રજા સામે જાહેર કર્યો છે.

PM મોદીએ 8 નવેમ્બર 2016 નાં રોજ ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તેના એક મહિના પછી ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રકારની લોભામણી યોજનાઓ રજૂ કરી હતી. ત્યારે કહેવાયું હતું કે, 4.5 કરોડ લોકો રોજ 1,800 કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. નોટબંધી બાદ એક મહિનામાં ડિજિટલ ચૂકવણી બે ગણી થઈને 40 ટકા થઈ ગઈ હતી. જોકે, બાદમાં એ જોવામાં આવ્યું કે, અર્થવ્યવસ્થામાં રોકડ આવવાની સાથે જ ડિજિટલ ચૂકવણી પણ ઓછી થઈ ગઈ.

તાજેતરમાં જ પેટ્રોલ પંપો પર ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલી ‘કેશબેક’ યોજનામાં કાપ મૂકવામાં આવ્યો છે. નિર્ણય સાથે જોડાયેલા લોકોએ આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, ડિજિટલ ચૂકવણીને પ્રાત્સાહન આપવાના હેતુથી 13 ડિસેમ્બર 2016થી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ વગેરેથી ચૂકવણી કરવા પર 0.75 ટકાની છૂટ આપવામાં આવતી હતી. આ છૂટ ‘કેશબેક’ના માધ્યમથી આપવામાં આવતી હતી.જેને ઓછી કરીને 0.25 ટકા કરી દેવામાં આવી છે.

આ ફેરફાર 1 ઓગસ્ટ 2018 થી લાગુ કરાયો છે.આમ, ગ્રાહકોને ઈંધણ ભરાવ્યા બાદ ડિજિટલ ચૂકવણી પર હવે 0.75 ટકાને બદલે માત્ર 0.25 ટકાની છૂટ મળશે. ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈ-વોલેટ કે મોબાઈલ વોલેટ દ્વારા ચૂકવણી કરવા પર 0.75 ટકા છૂટથી પેટ્રોલ પર પ્રતિ લીટર 57 પૈસા અને ડીઝલ પર 50 પૈસા પ્રતિ લીટર છૂટ મળતી હતી. આ છૂટને ઓછી કરી હવે 19 પૈસા અને ડીઝલ પર 17 પૈસા પ્રતિ લીટર કરી દેવાઈ છે.