Gujarat Humanity Lifestyle Politics

અમદાવાદ નરોડાના ભાજપના ધારાસભ્યનો મહિલાને માર માર્યાનો વિડીયો વાયરલ, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ,નેટવર્ક : ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી અને તેના માણસો દ્રારા એક મહિલાને ગડદા-પાટુનો માર મારતો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે.આ વાયરલ વિડીયો ને કારણે રૂપાણી સરકાર ની મુશ્કેલીઓમાં વધારો થયો છે, અટલુ જ નહીં મોદી સરકારની મહિલા સશક્તિકરણ ની પોલ ભાજપના આ ધારાસભ્ય એ જ ખોલી નાખી છે,તો વળી રૂપાણી સરકારના સંવેદનશીલ સરકારના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે.

આ વિડીયો અંગે મળતી માહીતી મુજબ, વિસ્તારમાં પાણીની સમસ્યા મામલે મહિલાઓ રજૂઆત કરવા માટે ધારાસભ્ય બલરામ ની ઓફિસે ગઇ હતી એ દરમિયાન આ ઘટના બની હતી. મીડિયા અહેવાલો મુજબ, જ્યારે બલરામ સવારે સાત વાગ્યે ઓફિસના પગથિયાં ચડતો જ હતો તે સમયે મહિલાઓ પાણીની સમસ્યાની રજૂઆત કરવા ગઇ હતી.અને છેવટે રોષે ભરાયેલ મહિલાઓ એ ‘બલરામ હાય હાય’ ના નારા લગાવ્યા હતા, જેથી બલરામ અને તેમનાં માણસો એ ઉશ્કેરાઈ જઇ આ મહિલા પર ટૂટી પડયા હતા.

તો બલરામે મીડિયાને આપેલી માહીતી મુજબ તેની પર હુમલો થયો હોઇ તેને ગુસ્સો આવ્યો હતો અને આ ઘટના બની હતી. જો કે આ અંગે માફી માગવાની તેણે તૈયારી દર્શાવી હતી પણ તેણે લેખિતમાં માફી માગવાની ના પાડી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, સોશયલ મીડિયામાં એક વાયરલ થયેલ વિડીયોમાં ધારાસભ્ય બલરામ થાવાણી અને તેમના સમર્થકો એક મહિલાને જાહેર માર્ગ પર માર મારતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, થાવાણી મહિલાને લાત મારતો પણ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે ભાજપના ધારાસભ્યની ભારે બદનામી થઈ છે અને લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે,ત્યારે NCP નાં નેતા રેશ્મા પટેલે જણાવ્યું છે કે આવા કલિયુગ ના રાક્ષસોને કડક માં કડક સજા થવી જોઈએ કારણ કે આ સમગ્ર નારી શક્તિ નું અપમાન છે.