Gujarat

અમદાવાદીઓ સાવધાન ! નંબર પ્લેટ વિનાના વાહન સાથે પકડાયા તો ચૂકવવો પડશે આટલો મોટો દંડ, જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : અમદાવાદ સહિતના મેગા શહેરોમાં  નંબર પ્લેટ વિનાના વાહનો ફરતા હોય છે ત્યારે હવે  આ નંબર પ્લેટ વિનાના વાહનો સામે  તંત્રએ લાલ આંખ કરી છે. એટલું જ નહીં જે વાહનો HSRP નંબર પ્લેટ ન લગાડી હોય  એવા વાહનો સામે પણ તંત્ર હવે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે  જેને પગલે  ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે  જોકે હવે નંબર પ્લેટ વિનાના વાહનો પકડાશે તો  ભારે ચાર્જ ચૂકવવા માટે  ચાલકોએ તૈયાર રહેવું પડશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં નંબર પ્લેટ વગરના તેમજ આરટીઓ માન્ય નંબર પ્લેટ નહીં ધરાવતા 210 ટુ વ્હીલર સામે ડ્રાઇવ કરી  2 દિવસમાં વાહન જપ્ત કરવા ઉપરાંત કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં મૂકી દીધા છે. વાહન માલિકે વાહન છોડાવવા કાયદેસરના દંડ ઉપરાંત પાર્કિંગ ચાર્જ પણ ભરવો પડશે.જપ્ત થયેલા 210 વાહનમાંથી 3 વાહનો ગુનામાં વપરાયા હોવાના પુરાવા પણ મળ્યા છે.

મળતી માહિતી મુજબ પકડાયેલા આ તમામ વાહનોમાં ફરજિયાત સ્થળ ઉપર જ HSRP નંબર પ્લેટ લગાડવામાં આવશે.નંબર પ્લેટ ના હોય તો 100 ₹.,તેમજ વાહન જેટલા દિવસ પડયું રહે એટલા દિવસ માટે પ્રતિ દિન નો 30₹ લેખે ચાર્જ લાગશે.આ ઉપરાંત PUC ના હોય તો 50 ₹ અને HSRP નંબર પ્લેટ ના 140 ₹ ચૂકવવા પડશે.જો HSRP નંબર પ્લેટ ના હોય તો વાહન એક અઠવાડિયા સુધી છૂટી શકશે નહીં જેને કારણે ચાલકે મોટો દંડ ચૂકવવો પડશે.વાહન છોડાવવા આઈ.ડી.પ્રૂફ ઉપરાંત આર.સી.બુક અને લાયસન્સ જરુરી છે.એમાંયે આર.સી.બુક વિના વાહન મળશે જ નહીં.