Bollywood Humanity National Personality Trending

કેસરીને પ્રમોટ કરવા અક્ષય-પરીણિતિ BSF કેમ્પ પહોંચ્યા, જવાનો સાથે ઉજવી હોળી, જુઓ બન્ને વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સમય અગાઉ અક્ષયકુમાર સુરતમાં શહીદો માટે ના કાર્યક્રમ ‘એક શામ, શહીદો કે નામ’માં હાજર રહ્યા હતા ત્યારે પણ તેમણે દેશભક્તિ ની વાતો કરીને દેશના જવાનો માટે ઉપયોગી બનવાનો સુરતીઓને અનુરોધ કર્યો હતો. ત્યારે તાજેતરમાં અક્ષય કુમારે દિલ્હીમાં આવેલા BSF કેમ્પ ની મુલાકાત લઇ જવાનો સાથે હોળી મનાવી ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અક્ષય કુમાર અત્યારે તેની પીરિયડ ડ્રામા ફિલ્મ કેસરીના પ્રમોશનમાં ખાસ્સો વ્યસ્ત છે. પ્રમોશનના ભાગરૂપે તેણે દિલ્હીના BSF કેમ્પની મુલાકાત લીધી હતી. મોક ફાઈટમાં તે એક મહિલા જવાનથી હારી પણ ગયો હતો. અક્ષયે આ વિડીયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

અક્ષયે આ સાથે જ કેપ્શનમાં લખ્યું કે BSF ઈન્ડિયાના જવાનોને મળવાની હંમેશા મજા આવે છે. તેમની ટ્રેનિંગ, પેશન અને ઉત્સાહ ખૂબ જ ઉમદા છે અને તેમાંથી ઘણું બધુ શીખવા મળે છે.આ સાથે જ અક્ષયે BSFના જવાનો સાથે કેસરીના પંજાબી ગીત પર ભાંગડા પણ કર્યા હતા. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.