Bollywood National

લોકસભા ચૂંટણી લડવા અંગેની અટકળોને લઇ અક્ષય કુમારે કર્યો સૌથી મોટો ખુલાસો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 2019ની લોકસભા ચૂંટણીની ઘોષણા અને ફિલ્મ ‘કેસરી’ના ટ્રેલર લૉન્ચ તથા પ્રમોશન વચ્ચે એવી ચર્ચા થઈ હતી કે, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર પૉલિટીક્સમાં આવી શકે છે. ત્યારબાદ એવી અટકળો લગાવાઈ રહી હતી કે, અક્ષય લોકસભા ઉમેદવાર તરીકે ઊભો રહી શકે છે. હવે આ અફવાઓ અંગે એક્ટરનું નિવેદન સામે આવ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અક્ષયને પૉલિટિક્સમાં ઉતરવાની શક્યતાઓ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આવી કોઈપણ સંભાવના હોવાની સ્પષ્ટ ના પાડી દીધી.

અક્ષય કુમારે કહ્યું કે, તે એક્ટર તરીકે જ ખુશ છે. તેણે કહ્યું કે, રાજકારણ તેનો એજન્ડા નથી. અક્ષય સ્પષ્ટ કર્યું કે, તેના વિચાર પ્રમાણે તે પૉલિટિક્સમાં એટલું સારું રીતે કામ અથવા પરફોર્મ નહીં કરી શકે જેટલું તે એક એક્ટર તરીકે કરી રહ્યો છે.

વર્કફ્રેન્ટની વાત કરીએ તો સારાગઢીના યુદ્ધ પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ 21 માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. અત્યારે તે દેશભરમાં પરિણીતિ ચોપરા સાથે આ ફિલ્મની પ્રમોશનલ એક્ટિવિટીઝ કરી રહ્યો છે. આ ઉપરાંત અક્ષય ‘હાઉસફુલ 4’ અને ‘સૂર્યવંશી’માં પણ જોવા મળશે.