Editorial National Politics

રાહુલ ગાંધીના PM મોદી ને ગળે મળવાના ફોટો ને લઈ અમૂલે આ રીતે ઉડાવી મજાક !

મો.ન્યુ.ફો.નેટવર્ક :  શુક્રવારે સંસદમાં જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ જેવી પોતાની વાત પૂરી કરી કે તરત જ તેઓ વડાપ્રધાનની સીટ પર ગયાં હતાં અને તેમને ‘ઝપ્પી’ આપી હતી. આ ફોટો સોશ્યલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો છે,લોકો જુદી જુદી રીતે આ ફોટો ને લઈ મજા લઈ રહયા છે,ત્યારે ડેરી  ઉત્પાદન સાથે સંકળાયેલ અમૂલે આ ઘટનાને લઈ ઍક કાર્ટૂન બનાવ્યું છે.

આ પ્રકરણ દિવસભર સોશિયલ મીડિયા પર છવાયેલું રહ્યું હતું. કોઈએ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનને ગળે લગાડવા અને આંખ મારવા પર પોતપોતાના શબ્દોમાં વ્યક્ત કરી હતી તો ડેરી ઉત્પાદન સાથે પોતાના કાર્ટૂન માટે ફેમસ અમૂલે આ ઘટના પર એક કાર્ટૂન બનાવ્યું હતું.

આ કાર્ટૂનમાં રાહુલ ગાંધી વડાપ્રધાનને ગળે લગાડતાં જોવા મળે છે. જેની પર લખ્યું છે , “Embracing (ગળે લગાડવું) કે Embarrassing (સંકોચ)” આ કાર્ટૂન પર યુઝર્સે પ્રતિક્રિયાઓ પણ આપી છે.મોટાભાગના લોકોએ અમૂલના આ કાર્ટૂનના વખાણ કર્યાં છે.