Bollywood

એમી જેક્સને બોલ્ડ અંદાજમાં દર્શાવ્યો બેબી બંપ, જુઓ તસવીરો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન ટૂંક સમયમાં જ માતા બનવાની છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. હવે તેણે બેબી બંપની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

એમીએ તાજેતરમાં જે તસવીર શેર કરી છે તેમાં તે બેબી બંપ ફ્લોંટ કરતી જોવા મળી રહી છે. આ તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે બેબી બંપ જોઈને કેટલી ખુશ છે. તેણે તસવીર શેર કરીને લખ્યું કે બંપ સ્પેમ શરૂ થઈ ગયું છે.

એમી જેક્સન અનેકવાર તેનો બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે પડી છે. તાજેતરમાં જ તે બેબી બંપ સાથે જિમમાં કસરત કરતી જોવા મળી હતી. આ પહેલા તે બોય ફ્રેન્ડ સાથે પોઝ આપીને બેબી બંપ ફ્લોંટ કરતી નજરે પડી હતી.

એમી જેક્સન અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ સિંહ ઇઝ બ્લિંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ પડી હતી. જે બાદ એમી જેક્સન અક્ષયકુમાર અને રજનીકાંત સાથે 2.0માં પણ જોવા મળી હતી.

Tags