Accident National

એક્સપ્રેસ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 7ના મોત, 30થી વધું ઘાયલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ઉત્તરપ્રદેશમાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર શનિવારે મોડી રાત્રે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બસના ડ્રાઈવર સહિત 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


પોલીસના જણાવ્યા મુજબ દુર્ઘટના મૈનપુરી જિલ્લાના કરહલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયો છે. ટ્રકમાં કોઈ ખરાબી હતી. તેથી એક્સપ્રેસ વે પર ઊભો હતો. ભારે સ્પીડના કારણે બસનો ડ્રાઈવર સમજી ન શક્યો કે ટ્રક ઊભો છે કે ચાલે છે. દુર્ઘટનાનો શિકાર થયેલી બસ દિલ્હી થી વારાણસી જઈ રહી હતી. આ બસમાં લગભગ 40 યાત્રિકો સવાર હતા. ઘટનાની માહિતી મળતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.

Tags