NCPના પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર વિભાગ પ્રભારી તરીકે સી.આર.પટેલની નિમણુંક

0
675

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર :  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં સી આર પટેલની સી આર પટેલને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ભાજપના સી આર પાટીલ સામે રા. કોં. પા. એ સી આર પટેલને મેદાને ઉતાર્યા છે. ગુજરાતમાં NCPને મજબૂત કરવા માટે શરદ પવારે સોગઠા ગોઠવવાનું શરુ કર્યું છે.

સી.આર.પટેલ સૌરાષ્ટ્રમાંથી ખુબજ ચુસ્ત રાષ્ટ્રવાદી પરિવારમાંથી આવે છે. તેઓ ઘણા જ સંનિષ્ઠ અને સક્રિય રાજકારણનો ખુબજ બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ લગભગ ચાર દાયકાથી કૉંગ્રેસ પક્ષના વિવિધ હોદ્દાઓ સંભાળેલા છે. સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના પ્રભારી તરીકે તથા રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ તરીકે સંગઠનની કામગીરી કરેલી છે. ઉપરાંત દુષ્કાળ વખતે ગુજરાત રાહત સમિતિના નેજા હેઠળ ખુબજ ઉમદા કામગીરી કરેલી છે.

આવી ઉજ્જવળ રાજ્કીય સફર ધરાવતા સી.આર. પટેલને જ્યારે એન.સી.પી.એ ઉપ-પ્રમુખ તથા સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરેલી છે તેને કાર્યકરો યોગ્ય તથા ખુબજ આવકાર આપી રહ્યા છે. તેમની નિમણુંકથી એન.સી.પી. તેમના રાજકીય અનુભવ અને પ્રયત્નથી સૌરાષ્ટ્રમાં મજબૂત બનશે. કોંગ્રેસ, ભાજપ અને આમાદમીના મતદારોને એનસીપી તરફ ખેંચી લાવશે.

ગુજરાતમાં આગામી સૌરાષ્ટ્રની 5 વિધાનસભાની બેઠકો માટેની પેટા ચૂંટણી થવા જઈ રહી છે. તેઓ મતોનો ફાયદો મેળવવાની ગણતરી રાખે છે. ખાસ કરીને મોરબી સહિતની તમામ બેઠકની પેટા ચૂંટણીમાં બી.જે.પી અને કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારના વિવાદની વચ્ચે એન.સી.પીના ઉમેદવારની સ્થિતિ મજબૂત બનશે. આવા સંજોગોમાં સી.આર.પટેલની ભૂમિકા તથા માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. ભાજપના સી આર પાટીલની સામે રાકોંપાએ સી આર પટેલને મેદાને ઉતાર્યા છે.

તેઓ ચૂંટણીના ગણીત અને જીતની વ્યૂહરચના ગોઠવવામાં માહીર છે. કોંગ્રેસના અનેક નેતાઓને ચૂંટણી જીતાડી આપવા વ્યૂહરચના ગોઠવી આપી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી)એ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની અનુમતિથી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી પ્રફુલ પટેલની સુચના અને આદેશથી નિમણુંક કરી છે. કાર્યકરો આનંદની લાગણી અનુભવે છે. એનસીપીના સંગઠનને મજબુત બનાવવાની જવાબદારીમાં જવ્લ્લંત સફળતા મળે તેવી શુભકામનાઓ પણ પાઠવી છે