Gujarat

સુરત/રાત્રિના સમયે બેકાબૂ ટ્રકે 10જેટલા બાઈક અને એક કારનો ખૂડદો બોલાવ્યો,જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ સુરત: સુરતના જહાંગીરપુરા બ્રિજ નીચે ગઈકાલે રાત્રે એક બેકાબુ ટ્રકે ૮ થી ૧૦ જેટલા બાઇકો અને એક કારનો ખુરદો બોલાવી દીધો હતો. જોકે મળતી માહિતી મુજબ જાગીરપુરા બ્રિજની નીચે એક લોડિંગ ટ્રક નં GJ 31 T 1331 ઊભી હતી. આ લોડીંગ ટ્રકના ડ્રાઈવર જયારે ટ્રક ને રિવર્સ કરતો હતો તે સમયે ટ્રકની બ્રેક ફેલ થઈ જવાને કારણે ટ્રક બેકાબૂ બની ગઈ હતી અને બ્રિજની નીચે રહેલી બાઈકો પર ટ્રક ફરી વળી હતી.

જેમાં ૮ થી ૧૦ બાઇકોનો ખુરદો બોલી ગયો હતો ઉપરાંત ત્યાંથી ટ્રક એક ફોરવિલ ગાડી ને પણ અથડાઈ હતી અને આ કારનો પણ ખુરદો બોલાવી દીધો હતો. ત્યારે સ્થળ પરની માહિતી લેતા એવું જાણવા મળ્યું હતું કે ટ્રકના ડ્રાઈવરે દારૂ ઢીંચ્યો હતો. જો કે અહીંયા બ્રિજની નીચે રાત્રિના સમયે કેટલાક મજૂરો સૂતા હોય છે. જો ખરેખર ઍમ હોત તો આ ટ્રક મજૂરો ઉપર પણ ફરી વળ્યો હોત. એવી પણ આશંકા સેવાઈ રહી છે વાયરલ વીડિયો માં કેટલાક લોકોને પણ કચડી નાખ્યા હોય એવો વિડીયો ઉતારનાર વ્યક્તિ દ્વારા ઉચ્ચાર કરાય છે.

ત્યારે હકીકત શુ હશે એ વાયરલ વિડીયો પરથી જ ખ્યાલ આવી શકે છે. બીજી બાજુ સ્થળ પર જઈને પૂછતા જે લોકોના બાઇકોનો ખુરદો બોલી ગયો હતો તેમાંના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ગયા ત્યારે પોલીસે શરૂઆતમાં તો ફરિયાદ લેવા પણ આનાકાની કરી હતી જોકે બાદમાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સુરત જહાંગીર પૂરા બ્રિજ નીચે વાહનોનો બોલ્યો ખુડદો