Editorial National Politics

અટલજીના પાર્થિવ દેહને AIIMS ના ડોક્ટરોની શ્રદ્ધાંજલિ આપતી તસ્વીર વાયરલ, જાણો શુ છે સત્ય

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાલમાં જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ તેની સાથે સાથે ઘણી વખત તેની ખરાબ અસર પણ જોવા મળે છે. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી, મોર્ફ કરેલા ફોટોગ્રાફ અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવે છે. તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગઈકાલે થયેલ નિધન ને લઇ ઍક ફોટો અપલોડ કરી કહેવામાં આવી રહ્યું છે કે, એઈમ્સના ડોક્ટરોએ અટલજીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.પણ ખરેખર એનું સત્ય કંઇક જુદું જ બહાર આવ્યુ છે.

93 વર્ષીય દિગ્ગજ નેતાના નિધન સમગ્ર દેશમાં શોકની લહેર છે. તેમને 11 જૂનના રોજ એઈમ્સમાં દાખલ કરાયા હતા. સોશિયલ મીડિયા પર અટલજી અને એઈમ્સની એક તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, એઈમ્સના ડોક્ટરોએ અટલજીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં સ્ટ્રેચર પર એક મૃતદેહ પડ્યો છે, અને ડોક્ટરો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ તસવીર જોરદાર વાઈરલ થઈ રહી છે.

પરંતુ તસવીરની હકીકત એ છે કે તસવીરમાં જે ડોક્ટર છે, તે એઈમ્સ દિલ્હીના નથી, તેમજ આ મૃતદેહ પણ અટલજીનો નથી. આ તસવીર ચીનની 2012ના વર્ષની છે. જેમાં દર્દીએ મૃત્યુ બાદ તેના બધા અંગ દાન કરી દેવામાં આવ્યા હતા. આ સમયે તબીબોએ શ્રદ્ધાંજલી આપી હતી.જો કે બે અગ્રણી વેબ સાઇટો એ પણ આ તસ્વીર સાથે ખોટા ન્યુઝ અપ લોડ કરેલ પણ પાછળ થી ખબર પડતા એને દુર કરાયેલ.