Election Gujarat Politics

ભાજપના જ્ઞાતિવાદના રાજકારણનો ભાંડો ફોડતી ઓડિયો ક્લિપ વાયરલ.સાંભળો ઓડીયો

અમદાવાદ: સીએમ રુપાણીની એક કથિત ઓડિયો ક્લિપ સોમવારથી વ્હોટ્સએપ પર ધડાધડ શેર થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં એક જૈન આગેવાનને અપક્ષ તરીકે ભરેલું પોતાનું ફોર્મ પાછું ખેંચવા મનાવી રહ્યા છે, અને પોતે પણ જૈન હોવાનું તેને જણાવી રહ્યા છે. રુપાણી આ ક્લિપમાં એવું બોલતા પણ સાંભળી શકાય છે કે, આખા ભારતમાં હું એક જ જૈન મુખ્યમંત્રી છું. આપણા બધાની સ્થિતિ, અને ખાસ તો મારી સ્થિતિ કફોડી થઈ રહી છે. સુરેન્દ્રનગરમાં આપણે લડવાનું ન હોય, ફોર્મ પાછા જ ખેંચવાના હોય.આ ક્લિપ માં ભાજપ દ્રારા પણ વિકાસની આડ માં જ્ઞાતિવાદનુ રાજકારણ ખેલાતુ હોય એમ ચર્ચાઈ રહ્યુ છે.

આ કથિત ક્લિપમાં રુપાણી જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે તે વ્યક્તિ નરેશભાઈ શાહ હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક પરથી આ વખતે સિટિંગ જૈન ધારાસભ્ય વર્ષાબેન દોશીને કાપી કડવા પાટીદાર એવા ધનજી પટેલને ટિકિટ આપવામાં આવી છે, જેની સામે સ્થાનિક જૈનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
(મોર્નિંગ ન્યુઝ ફોક્સ આ ક્લિપને પુષ્ટ કરતુ નથી.)