Gujarat

મોટર ડ્રાઇવિંગ સ્કૂલો માટે આવ્યા ખરાબ સમાચાર, થઇ શકે છે લાયસન્સ રદ.જાણો કારણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : દિનપ્રતિદિન રોડ અકસ્માતના કિસ્સાઓ વધી રહયા છે. એમાંયે મેગા શહેરોમાં રોજ કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરો સહિત ના શહેરોમાં અકસ્માતનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેની પાછળનું મહત્વનું કારણ ખરાબ ડ્રાઈવિંગ પણ છે. જ્યાં ડ્રાઈવિંગ શીખવાડવામાં આવે છે. તેવા ડ્રાઈવિંગ ક્લાસિસ તો બિલાડીના ટોપની જેમ શહેરમાં આડેધડ ફૂટી નીકળ્યાં છે. જ્યાં નાની ખોબા જેવડી પણ જગ્યા મળે ત્યાં આ ક્લાસિસ જોવા મળે છે. આ બધા જ ક્લાસિસમાંથી મોટાભાગના પાસે ક્લાસિસ ચલાવવાનું લાઈસન્સ હોતું નથી. આ ઉપરાંત અપૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વડે જ તેઓ ધકેલ પંચા દોઢસો જેવી હાલતમાં હોય છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે આવા ઈન્સ્ટિટ્યૂટમાં ઈન્સ્ટ્રક્ટરોની તો મોટાભાગની કહેવાતી ઈન્સ્ટિટ્યૂટમાં ડ્ર્રાઈવરો પણ ટ્રેઈન્ડ હોતા નથી. જેના કારણે શીખવા આવનાર વ્યક્તિને પણ ઓછી જાણકારી મળતી હોય છે.આવી ડ્રાઈવિંગ સ્કૂલો શહેર માટે જોખમી બનતી જાય છે.આવી ડ્રાઇવિંગ સ્કૂલો દ્રારા પહેલા એક જ બ્રાન્ચનું લાઈસન્સ લેવામાં આવે છે. ત્યારબાદ ધીમે-ધીમે એક જ નામે અલગ-અલગ વિસ્તારમાં ડ્રાઈવિંગ ક્લાસ ખૂલતાં જાય છે. આ ક્લાસિસમાં જેઓ ડ્રાઈવિંગ શીખડાવે છે તેઓ પણ મોટર વ્હીકલ એક્ટ મુજબ પૂરતી યોગ્યતા ધરાવતા હોતા નથી. ઘણી જગ્યાએ પાર્કિંગ, લાઈબ્રેરી, સ્ટાફ તેમજ મેઈન્ટેનન્સનો ખૂબ જ અભાવ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ડ્રાઈવિંગ શીખવા માટે પણ આ ક્લાસિસ અધધ ફી વસૂલ કરતાં હોય છે. શોર્ટ ટર્મ, લોંગ ટર્મ કોર્સની ફી સામાન્ય રીતે 6000થી લઈ 9000 રુપિયા સુધીની હોય છે. જેમાં લાઈસન્સનો પણ સમાવેશ થઈ જાય છે. એક લાઈસન્સ લઈને ચાર-પાંચ બ્રાંચ ચલાવવી તે કાયદાનો ભંગ છે.શહેરો ની આ સ્થિતિને જોતાં રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્રારા ટૂંક સમયમાં ગેરકાયદેસર રીતે ચાલતી બ્રાંચ સામે પગલાં લેશે. તેઓ સમયાંતરે આવા ડ્રાઈવિંગ ક્લાસિસ અને ઈન્સ્ટિટ્યૂટ્સમાં તપાસ હાથ ધરશે અને કઈ જગ્યાએ ખામી છે તેની તપાસ કરશે. જો કોઈ ખામી જણાઈ તો તાત્કાલીક ધોરણે તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.