રૂપાણી સરકાર માટે ખરાબ સમાચાર : કેન્દ્રની આ યાદીમાં બિઝનેસ બાબતે ગુજરાત 5 માંથી છેક 10 ક્રમે ધકેલાયું

0
517

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની ગત યાદીમાં ગુજરાત પાંચમાં ક્રમે હતું.પણ નવી યાદીમાં ગતિશીલ ગુજરાત 10 મા ક્રમે ધકેલાઈ ગયું છે. તો વળી ગુજરાતની ગતિશીલતાને પાછળ રાખી આંધ્ર પ્રદેશે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશે 10 સ્થાનનો કૂદકો મારતા બીજુ સ્થાન મેળવી લીધું છે. જ્યારે તેલંગાણા ત્રીજા ક્રમે આવ્યું છે.

છેલ્લે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની યાદીનું રેન્કિંગ 2018મા જારી કરવામાં આવ્યુ હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે આ ચોથી એડિશન છે જે વર્ષ 2019 માટે જાહેર કરવામાં આવી છે.ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની ગત યાદીમાં ગુજરાત પાંચમાં ક્રમે હતું. જોકે, નવી યાદીમાં ગુજરાત પાંચમાંથી 10મા ક્રમે ધકેલાઈ ગયું છે. મધ્ય પ્રદેશ ચોથા અને ઝારખંડ પાંચમાં ક્રમે છે. જ્યારે છત્તીસગઢ છઠ્ઠા, હિમાચલ પ્રદેશ 7મા અને રાજસ્થાન આઠમાં ક્રમે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ આ વર્ષે ટોપ-10મા સામેલ થતા નવમાં ક્રમે છે. ગત યાદીમાં ત્રીજા સ્થાને રહેલું હરિયાણા આ વર્ષે ટોપ-10માંથી બહાર થઈ ગયું છે. ક્ષેત્રની દ્રષ્ટીએ ઉત્તર ભારતમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન ઉત્તર પ્રદેશનું રહ્યું છે. જ્યારે પૂર્વ ભારતમાં ઝારખંડ ટોચ પર છે. પશ્ચિમમાં મધ્ય પ્રદેશ અને દક્ષિણમાં આંધ્ર પ્રદેશનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની રેન્કિંગ જાહેર કરવાનો હેતુ ઘરેલુ તથા વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાનો છે. આ ઉપરાંત રાજ્યો વચ્ચે પણ સારી સ્પર્ધા થાય તેનો છે. આ યાદી માટે ઘણી માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં બાંધકામની મંજૂરી, લેબર લો, પર્યાવરણ નોંધણી, ઈન્ફોર્મેશન સુધીની પહોંચ, જમીનની ઉપલ્બધતા તથા સિંગલ વિન્ડો સિસ્ટમના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. આમ ઘણા બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોનો ક્રમ નક્કી કરવામાં આવતો હોય છે.