EDUCATION Gujarat

સુરતની હાઈફાઈ સ્કૂલોમાં એડમિશન અપાવવાના બહાને બ્યુટીપાર્લર સંચાલિકાએ વાલીઓ પાસેથી 40 લાખ ખંખેર્યા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : શાળાઓમાં વાર્ષિક પરીક્ષા હવે પૂર્ણતા ને આરે છે,ત્યારે વિવિધ શાળાઓમાં એડમિશન પ્રક્રિયા ને લઇ વાલીઓએ દોડ ધામ શરૂ કરી છે ત્યારે સુરતની ઘોડદોડ રોડની સેન્ટઝેવિયર્સ અને લૂડ્ઝ કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન અપાવવાના નામે ઠગ ટોળકીએ 54 વાલીઓ પાસેથી 40.50 લાખની રકમ ખંખેરી લીધી હોવાનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે.

પ્રાપ્ત માહીતી મુજબ, વરાછાના લંબે હનુમાન રોડ પર ત્રિકમનગરમાં જ્યોતિ પંકજ પટેલ બ્યુટી પાર્લર ચલાવે છે. બ્યૂટીપાર્લરમાં મેકઅપ કરાવવા માટે પૈસાદાર ઘરની મહિલાઓ આવતી હતી. આ મહિલાઓની પાસેથી પૈસા પડાવવા માટે જ્યોતિએ તેના બાળકોને સેન્ટઝેવિયર્સ અને લૂડ્ઝ કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરી હતી.જ્યોતિએ વાલીઓને એવી કહી ફસાવેંલ કે ‘સ્કૂલે મને એડમિશન એજન્ટ બનાવી છે’.

જ્યોતિ પટેલે એક વિદ્યાર્થી દીઠ રૂપિયા 75,000 લઈને બાળકના ડોક્યુમેન્ટ વાલીઓ પાસેથી લીધા હતા. બાદમાં ફોર્મ ભરાવી સ્કૂલમાંથી મેસેજ આવશે એટલે તમારે સ્કૂલના નામનો ચેક આપી દેવાનો રહેશે એવું કહીને પૈસા પડાવ્યા હતાં.આમ આ ઠગ ટોળકીએ 54 વાલીઓ પાસેથી 40.50 લાખની રકમ ખંખેરી લીધી છે.એડ્મીશ એડમિશન માટે જ્યોતિએ વાલીઓને કહ્યું કે અત્યારે સ્કૂલમાં પરીક્ષા ચાલે છે, એડમિશનની કાર્યવાહી ચાલુ થઈ નથી એવા બહાના કાઢતી હતી.

આખરે કંટાળીને વાલીઓ વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચી આ ઠગ ટોળકી સામે ફરીયાદ કરી હતી.જેથી પોલીસે કાપડ દલાલ જતીનભાઈ નાકરાણીની ફરિયાદ ને આધારે ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધાર પ્રતિક અને તેના પિતા હસમુખ દેવચંદ ડાવરીયા(બન્ને રહે,એપલ લકઝરીયા,વીઆઈપી સર્કલ,ઉત્રાણ) તથા બ્યુટી પાર્લર ચલાવતી જ્યોતિ પંકજ પટેલ(રહે,ગ્રીનપાર્ક સોસાયટી, ત્રિકમનગર સોસાયટી પાસે,વરાછા)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.