Editorial Gujarat Politics Trending

હાર્દીકની આ ગર્ભિત ચીમકીથી વધશે રૂપાણી સરકારની મુશ્કેલીઓ

મો.ન્યુ.ફો.નેટવર્ક : આજે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 13 મો દિવસ છે. ત્યારે બુધવારે સાંજે પાસ કન્વિનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી 24 કલાકમાં સરકાર કોઇ વાટાઘાટો નહીં કરે તો હાર્દિક જળત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

પનારાએ  વધું માં જણાવેલ કે, સૌરભ પટેલે રાજકીય રીતે આંદોલન પૂર્ણ કરવાની ધમકી આપી ચૂક્યા છે.પનારાએ ઉમેર્યું હતુ કે, 12 દિવસ બાદ પણ સરકાર કોઈ વાટાઘાટો કરવા માંગતી નથી. જો આગામી સમયમાં સરકાર અમારી સાથે વાટાઘાટ કરવા માંગતી હોય તો છાવણી માં આવી હાર્દિક સાથે વાત કરે. રાજ્યના ડેપ્યૂટી સીએમ ગુજરાતનો ખેડૂત સમુદ્ધ હોવાની વાત કરે છે. જે સાવ ખોટી છે. બીજા રાજ્યો માં ખેડૂતોનું દેવુ માફ થઈ શકે છે તો ગુજરાત માં કેમ નહીં. ગુજરાતનો ખેડુત દેવામાં ડૂબેલ છે.

અત્રે નોંધનીય છે કે, સરકાર સાથેની પાટીદાર આગેવાનોની મધ્યસ્થીને હાર્દિક પટેલે ફગાવી દીધી છે. હાર્દિકે સંભળાવી દીધું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો ‘પાસ’ના સત્તાવાર પ્રતિનિધિ નથી કે તેમને હાર્દિક તરફથી સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ હાર્દિક પટેલ સાથે જ ચર્ચા કરે.

Featured