Gujarat Lifestyle

અગ્નિ સંસ્કાર પહેલાં બહેને કહ્યુ ભાઈ જીવે છે,આંખમાંથી આંસુ નીકળે છે અને….

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ભાઇ બહેન ના પ્રેમ નો વધું ઍક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો હતો.જેમાં ભાઈનું મૃત્યુ થયુ હતુ અને જ્યારે અંતિમ ક્રિયા માટે લઇ ગઇ રહ્યાં હતા ત્યારે બહેન ને એવો આભાસ થયો કે ભાઇ જીવે છે.જેથી અગ્નિદાહ પહેલા ડૉક્ટર ને સ્મશાને બોલાવી એકવાર પુનઃ તપાસ કરાવી હતી અને પછી ડૉક્ટર ની વાત સાંભળી બહેન ભાંગી પડી હતી.

Demo Pic

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરના રામનાથપરા સ્મશાન ગૃહમાં મૃતક યુવકની અંત્યેષ્ટિ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે બહેનને એવી ભ્રાંતિ થઇ હતી કે ભાઇમાં જીવ છે અને અડધી આંખ ખુલ્લી છે અને આંખમાંથી આંસુ નીકળે છે. આથી બધા સ્તબ્ધ બની ગયા હતા. એ વખતે ખરાઇ કરવા માટે ડોક્ટર બોલાવતા ડોક્ટરે મૃત જ જાહેર કર્યો હતો. જે બાદ અંગ્નિસંસ્કાર કરાયા હતા.

મળતી માહીતી મુજબ, શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને જમીન મકાનની લે વેચ કરતા જ્યંતિભાઇ ચોટલિયાના સતર વર્ષીય પુત્ર હિમાંશુને સ્વાદુપીડ ઉપર સોજો ચડી જતાં એની સારવાર ચાલતી હતી. સાત દિવસની સારવાર બાદ ઘરે લાવવામાં આવ્યો હતો. ઘરે ફરી તબીયત લથડતા ફરી ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો હતો. સારવાર કારગત ન નીવડતા અને ઉલ્ટી શ્વાસનળીમાં ફસાઇ જતા શ્વાસ ગુંગળાઇ જવાથી હિમાંશુનું મોત થયું હતું.

મૃત્યુબાદ પરિવાજનો એકત્ર થઇને હિમાંશુની સ્મશાનયાત્રા કાઢીને રામનાથપરા સ્મશાનગૃહે લઇ જવાયો હતો. આ વખતે હિમાંશુની બહેન સોનલને ભાઇ જીવીત હોવાનો આભાસ થતા એમણે અંત્યેષ્ટી અટકાવી હતી. બાદમાં ડોક્ટરને બોલાવતા સેવાભાવી ડોક્ટરે આવીને ફરી ચેક કરતા જીવ ન હોવાનું કહેતા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.