Election National

બીજા તબક્કાના મતદાન પૂર્વે માઓવાદીઓએ મહિલા ચૂંટણી અધિકારીની ગોળી મારી હત્યા કરી નાખી

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કામાં મતદાન કરવાની પ્રક્રિયા આજે (18 એપ્રિલ) શરૂ થઈ ગઈ છે, પરંતુ માઓવાદીઓએ ઓડિશામાં મતદાન ના એક દિવસ પહેલાં મહિલા ચૂંટણી અધિકારીને ગોળી મારી હત્યા કરી નાખી હતી. તે જ સમયે, બીજી ઘટનામાં, માઓવાદીઓએ બે મતદાર વાહનો અને મોટરસાઇકલ પર ગોળીબાર કર્યો.અત્રે ઉલ્લેખનીય છે કે આ બે બનાવો માઓવાદી-પ્રભાવિત કંધમલ જીલ્લાના વિવિધ સ્થળોએ થયા હતા. માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું છે.

પોલીસ રિપોર્ટ પ્રમાણે માઓવાદીઓએ આ ચૂંટણી અધિકારી મહિલા ને ત્યારે નિશાન બનાવી જ્યારે તેણીની પોતાની ટીમને ચૂંટણી સ્થળ ઉપર લઇ જઇ રહી હતી પોલીસ અધિકારી બી.કે શર્માના જણાવ્યા મુજબ,સેક્ટર અધિકારી મહિલા સંજુક્તા દીઁગલ જ્યારે બાલણ્ડપડા ગામ પાસેથી ટિમ સાથે પસાર થઇ રહી હતી ત્યારે માઓવાદીઓએ નિશાન બનાવીને ચૂંટણી મહિલા અધિકારીની હત્યા કરી નાખી હતી જ્યારે તેની સાથે રહેલ અન્ય લોકો સલામત હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને લઇને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટ્વીટ કરી ને દુખ વ્યક્ત કર્યું છે.