Editorial National Politics

પ્રિયંકા ગાંધીની કૉંગ્રેસમાં સક્રિય એન્ટ્રીથી ભાજપને કેવી રીતે થઈ શકે છે મોટો ફાયદો ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : તાજેતરમાં ભારતના રાજકારણમાં પ્રિયંકા ગાંધી ની સક્રિય એન્ટ્રી થી તરેહ તરેહ ની ચર્ચાઓ શરુ થઇ ગઇ છે એમાં ઍક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે જો પ્રિયંકા પૂર્વ PM સ્વ. ઇન્દિરા ગાંધી જેવી છાપ ઊભી કરવામાં સફળ થશે તો કદાચ ભાજ્પ કૉંગ્રેસ સિવાયના અન્ય રાજકીય પક્ષો નો સફાયો થઈ જશે,અને પછી સીધી લડાઈ ભાજ્પ-કૉંગ્રેસ ની જ રહેશે તો સ્વાભાવિક છે કે ભાજ્પ ને સીધો ફાયદો થઈ શકે છે.બીજુ કે ભાજ્પ એકવાર પુનઃ પરિવારવાદ વાળો મુદ્દો ઉપાડી વોટબેંક ને ભાજ્પ તરફ ખેંચી શકે છે.

તો બીજી બાજુ ઍક એ પણ સવાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવીને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા તો શું પ્રિયંકા ગાંધીના સક્રિય થવાથી રાહુલ અને પ્રિયંકા ઉત્તરપ્રદેશ અને સમગ્ર દેશમાં રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહ ફેલાવી શકશે? શું કોંગ્રેસ એક સક્ષમ અને સબળ પક્ષ તરીકે ઉભરી આવીને પ્રાદેશિક પક્ષોની સફાઈ કરવામાં મદદરૂપ થઇ શકશે? જો એવું બનશે તો તે ભારતીય લોકશાહી માટે ખુબ જ હકારાત્મક બાબત હશે.

કારણ કે જો ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ મજબૂત થશે તો પ્રાદેશિક  પક્ષોની દાદાગીરી પુરી થઇ જશે અને મજબુત સત્તાધારી પક્ષ અને મજબુત વિપક્ષની દ્વિ-પક્ષીય લોકશાહી વ્યવસ્થા તરફ ભારતની લોકશાહી પ્રયાણ કરશે. જે દિવસે ભાજપ અને કોંગ્રેસ – બંને  “પરિવાર-મુક્ત” થઇ જશે તે દિવસ ભારતની લોકશાહી માટે સોનેરી દિવસ હશે.એવું પણ કેટલાંક રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે.

જો કે હાલના સંજોગોમાં જે રીતે વડાપ્રધાનપદના ઢગલાબંધ મુરતિયા “વડાપ્રધાન ભરતી મેળા” યોજી રહ્યા છે અને મહાગઠબંધન રચીને પ્રાદેશિક પક્ષો “ચીપિયા પછાડી” રહ્યા છે અને દેશને ફરી એક વખત અસ્થિરતાના યુગમાં લઇ જવાની કોશિશો કરી રહયા છે તેને ધ્યાનમાં રાખીએ તો ભલે “પરિવારના સાથથી” કોંગ્રેસ મજબૂત થાય અને ભાજપ સાથે મળીને પ્રાદેશિક પક્ષોનો સફાયો કરવામાં મદદરૂપ થાય તો પણ તે દેશના અને લોકશાહીના હિતમાં હશે.સંજોગો આધારિત જો આમ થશે તો હરીફાઈ મોદી વિરુદ્ધ રાહુલ બની જશે. પ્રાદેશિક પક્ષોના વડાપ્રધાનપદના મુરતિયાઓ આપોઆપ વિસર્જિત થઇ જશે અને આવી પરિસ્થિતિ દેશની લોકશાહી માટે ખુબ જ તંદુરસ્ત હશે.