Editorial National Personality Politics

Big Breaking : ભાજ્પ ના દિગજજ નેતા અને પુર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપાઇ નું નિધન


મો.ન્યુ.ફો.નેટવર્ક :  94 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી 11 જૂન થી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા.તેઓ કિડની અને યુરિનરી ઈન્ફેક્શનની તકલીફ થી પીડાતા હતા. છેલ્લાં 24 કલાક થી વેન્ટિલેટર પર રહેલ વાજપેયી નું નિધન થતા દેશ ના  સમગ્ર રાજકારણ માં ભારે શોક ની લાગણી પ્રસરી ગઇ છે.
અટલ બિહારી વાજપેયીજી દેશ ના ઍક માત્ર એવા પ્રધાન મંત્રી હતા, જેમને વિપક્ષ પણ ઍક વિશેષ સન્માન ની નજરે જોતો હતો.સમગ્ર દેશ ના ઍક માત્ર દિગજજ અને સૌથી લોક પ્રિય નેતા હતાં.તેમનાં કવિ હૃદય ના દેશવાસીઓ મોટા ચાહક હતાં.

થોડા સમય પહેલા વાજપેયીનું સ્વાસ્થ્ય નરમ પડતાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ વાજપેયીની મુલાકાત લીધી હતી.72 મા સ્વતંત્રતા દિવસ પર જ વાજપેયીની તબિયત વધુ લથડી હતી. જેથી તેમને મળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની એઈમ્સમાં પહોંચ્યા હતાં. વાજપેયીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.સમગ્ર દેશ માંથી વાજપેયીજી માટે દૂઆ ઓ, પ્રાર્થનાઓ નો દોર શરૂ થયો હતો.

ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા હતા અને 2009 થી તેઓ વ્હીલચેર પર હતા. થોડા સમય પહેલા ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004 માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા હતા. 25 ડિસેમ્બર, 1924 માં જન્મેલા વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942 માં રાજકારણમાં આવ્યા હતા.