Editorial Gujarat Personality Politics Religious News

Big Breaking : ખોડલ ધામ ના પ્રમુખ પદે થી પરેશ ગજેરા એ આપ્યું રાજીનામું

મો.ન્યુ.ફો.નેટવર્ક : થોડા સમય પહેલા નરેશ પટેલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી રાજીનામું આપતા વિવાદ થયો હતો. જોકે થોડા સમયમાં આ વિવાદનો નાટકીય અંત આવ્યો હતો અને નરેશ પટેલે રાજીનામું પરત ખેંચી લીધું હતું.ત્યારે એકવાર પુનઃ ખોડલધામ ચર્ચામાં આવ્યું છે.

કારણ કે મીડિયા અહેવાલ મુજબ આજે અચનાક જ પરેશ ગજેરાએ ખોડલધામના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. હવે પ્રમુખની જવાબદારી ફરીવાર નરેશ પટેલ સંભાળશે. આજે ખોડલધામ ખાતે એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં પરેશ ગજેરાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું હતું.

જો કે આ અંગે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે,આજે ટ્રસ્ટની મીટિંગ મળી હતીઅને તેમાં પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે.ખોડલધામના પ્રમુખ બન્યા બાદ પરેશ રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈનો પ્રમુખ બન્યો હતો.આથી તેને અવારનવાર કામકાજ માટે બહાર જવાનું થતું હતું.સમાજનું કામ ખૂબ મોટું છે. પરેશને મેં જ પ્રમુખ બનાવ્યો હતો.આગામી દિવસમાં કોઈ યુવાનને તૈયાર કરી પ્રમુખ બનાવવામાં આવશે