Big Breaking : ઊંઝાના ધમા મિલનની અટકાયત બાદ શા માટે થઈ પાસાની કાર્યવાહી ? જાણો સમગ્ર ઘટના

0
929

મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા : ઊંઝાના બહુચર્ચિત ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમા મિલનને મહેસાણા એસઓજી પોલીસે ગત રાત્રે ઉઠાવી જવાના સમાચારોથી સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પોલીસ સૂત્રોની માહિતી મુજબ ધમા મિલન સામે પાસાની કાર્યવાહી કરાઈ છે.

મહેસાણા પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઊંઝાના બહુચર્ચિત ધમા મિલનને ગતરાત્રે મહેસાણા એસઓજી પોલીસે ઉઠાવી લીધો હતો અને તેની સામે અગાઉ જુગારધામ સંડોવણીનો જે કેસ ચાલતો હતો તેને લઈને મહેસાણા એલસીબી પોલીસે ધમા મિલન સામે પાસાની કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી હતી જે મુજબ ધમા મિલન સામે પાસાની કાર્યવાહી થઈ છે. હાલમાં ધમા મિલન ને કોવિડ ટેસ્ટ માટે પણ મોકલ્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે.

અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલાં ઊંઝાના ગણેશ આર્કેડમાં ચાલતાં ધમા મિલનના જુગારધામ પર પોલીસે દરોડા પાડયા હતા જેમાં પોલીસે ફિલ્મી ઢબે જુગારધામમાં પ્રવેશ કરી જુગારીયાઓની ધરપકડ કરી હતી. આ જુગારધામ ધમા મિલન ચલાવતો હતો જેને લઇને તાજેતરમાં મહેસાણા એલસીબી પોલીસે પાસાની કાર્યવાહી ની દરખાસ્ત કરતા ધમા મિલન સામે પાસાની કાર્યવાહી થઈ છે. અત્રે નોંધનીય છે કે થોડાક સમય અગાઉ ધમા મિલન ગુમ થવાનો કેસ પણ બહુચર્ચિત બન્યો હતો. જેની સંપૂર્ણ તપાસ મહેસાણા એલ.સી.બી પી.આઇ. ભાવેશ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ધમા મિલન સામે પાસાની કાર્યવાહી થતાં સમગ્ર મુદ્દો ઊંઝામાં ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.