રૂપાણી સરકારનો મોટો નિર્ણય : 66 લાખ રાશનકાર્ડ ધારકોના ખાતામાં જમા થશે એક હજાર રુપિયા

0
1432

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકો માટે વધુ એક હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા 66 લાખ રાશન કાર્ડધારક લોકોના ખાતામાં સીધા 1000 રૂપિયા જમા કરવા માટેનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. જેની માહિતી મુખ્યમંત્રી રૂપાણી ના સચિવ અશ્વિનીકુમારે આપી હતી.

રૂપાણી સરકાર દ્વારા lockdown દરમ્યાન અન્ન સુરક્ષા ધારા હેઠળ શ્રમિકો,મજૂરો અને મધ્યમ વર્ગના લોકોના બેન્ક એકાઉન્ટ ખાતામાં સીધા 1000 રૂપિયા જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી આ પૈસા જમા થવાની શરૂઆત થશે. સરકારને 660 કરોડનું ભારણ પડશે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે આ પૈસા મેળવવા માટે કોઇ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેતું નથી. સરકાર પાસે જે ડેટા ઉપલબ્ધ છે તેના આધારે રાશનકાર્ડ ખાતાધારક ના એકાઉન્ટમાં પૈસા જમા થશે.