ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર : સપ્ટેમ્બરની આ તારીખથી ખુલશે શાળાઓ

0
866
મોર્નિંગ ન્યુજ ફોકસ નેટવર્ક :   કોરોના વાયરસની મહામારીના કારણે બંધ કરવામાં આવેલી શાળા-કોલેજો ખોલવાને લઈને કેન્દ્ર સરકારે સ્ટાંડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શરતો સાથે શાળા ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓએ શાળાએ જવુ કે નહીં તે તેમના પર નિર્ભર રહેશે.
                                                                                                   સ્કૂલ ખોલવા મુદ્દે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ હવે શાળાએ જઈ શકશે અને પોતાના શિક્ષક પાસે માર્ગદર્શન મેળવી શકશે. તો શાળાએ જતા વિદ્યાર્થીઓ માસ્ક ફરજિયાત પહેરવુ પડશે. સાથે જ 6 ફુટનું ફિઝિકલ અંતર રાખવું પડશે. આ પ્રકારે, સ્ટાફ રૂમ, ઓફિસ એરિયા અને અન્ય જગ્યાઓ મેસ, લાઇબ્રેરી અને કૈફેટેરિયામાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગ ફરજિયાત કરવું પડશે. તો દરેક વિદ્યાર્થી અને શિક્ષકે સ્કૂલની મુલાકાત દરમિયાન આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે.
                                                                                                   સ્કૂલ એસેમ્બલી, સ્પોર્ટ્સ અને અન્ય ઇવેન્ટમાં ભીડભાડ પર કડક પ્રતિબંધ હશે. સ્કૂલને કોઇ પણ ઇમરજન્સીની સ્થિતિમાં સંપર્ક કરવા માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓને રાજ્ય હેલ્પલાઇન નંબર અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીના નંબર પણ બોર્ડ પર ડિસ્પ્લે કરવા પડશે. જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશો પ્રમાણે શાળાઓએ ક્લાસથી લઈને લેબમાં વિદ્યાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા એવી રીતે પડશે કે તેમના વચ્ચે ઓછામાં ઓછુ 6 ફુટનું અંતર જળવાઈ રહે. વિદ્યાર્થીઓને ભેગા થવા, એસેમ્બલી હોલ અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ યથાવત રહેશે, કારણ કે તેનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ છે.
                                                                                                તેવી જ રીતે શાળામાં રાજ્ય હેલ્પલાઈન નંબર ઉપરાંત સ્થાનીક સ્વાસ્થ્ય અધિકારીઓના નંબર પણ જાહેર કરવામાં રહેશે જેથી કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં તેમની સાથે સંપર્ક કરી શકાય.   કંટેનમેન્ટ ઝોનમાં રહેનારા શિક્ષકો કે કર્મચારીઓને શાળાએ જવાની મંજુરી નથી. જ્યારે જે શાળાઓનો ઉપયોગ ક્વારંટાઈન સેંટર તરીકે થયો હતો તેને પણ ખોલતા પહેલા સારી રીતે સેનેટાઈઝ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ શાળાઓને હાઈપોસ્લોરાઈડ સોલ્યૂશનથી સેનેટાઈઝ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.