National Politics

BJPના ઉમેદવાર ગૌતમ ગંભીરે મતદારોને મૂર્ખ બનાવ્યા,પોતે કારમાં બેસી ડુપ્લીકેટ પાસે કરાવ્યો પ્રચાર

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 2019 ની લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા ચરણનું મતદાન12 મી મેના રોજ દિલ્હીની 7 સીટો ઉપર થવાનું છે. ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમીની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. બરાબર આ સમયે આમ આદમી પાર્ટીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર ઉપર ગંભીર આરોપ મુક્યો છે.

સિસોદિયા એ ટ્વિટર હેન્ડલ પર થી ફોટો શેર કરીને એવું લખ્યું છે કે ગૌતમ ગંભીર તેમના રોડ શો દરમિયાન પોતાની કારમાં બેઠા હતા જ્યારે તેમના હમશકલ બહાર તડકામાં લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા અને આ હમશકલ હતા ગૌરવ અરોડા. જોકે હાલમાં સોશિયલ મીડિયામાં આ ફોટો ખૂબ જ વાયરલ થઇ રહી છે અને લોકો ફોટોને અનુસંધાનમાં જુદી-જુદી કોમેન્ટો પણ કરી રહ્યા છે.

વાયરલ ફોટોમાં ગૌતમ ગંભીર પોતાની કારમાં નીચે બેઠેલા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે જ્યારે તેમના ડુપ્લીકેટ ગૌતમ અરોડા એક સમયના કોંગ્રેસ ના 2017 ના MCD ની ચૂંટણીમાં વોર્ડ નંબર 96N ના ઉમેદવાર છે. એટલું જ નહીં અરોડા ની અજય માકણ સાથે પણ તસવીર વાયરલ થઈ છે. તેમ જ તેમનું કોંગ્રેસનું વીઝીટીંગ કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે જે સ્પષ્ટ દર્શાવે છે કે ગૌતમ અરોડા એક કોંગ્રેસી છે અને ભાજપના ઉમેદવારનો પ્રચાર કરે છે જેને લઇ ભાજ્પ કૉંગ્રેસ ની મિલી ભગત ના પણ આમ આદમી પાર્ટી એ આરોપ લગાવ્યા છે.

About the author

Editor