આઠ બેઠકો પર ભવ્ય જીતનો ઊંઝા ભાજપે વિજ્યોત્સવ મનાવ્યો : મોં મીઠા કરાવી ખુશીઓ વહેંચી

0
692

ઊંઝા ધારાસભ્ય ડો.આશાબેન પટેલે આઠેય સીટો પર વિજેતા બનેલ ભાજપના ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે આ વિજયનો ઉત્સવ કમલમથી લઈને ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાના ભાજપ કાર્યાલય પર જોવા મળ્યો હતો. C R Paatil ના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી આ તેમની પ્રથમ અગ્નિ પરીક્ષા રૂપી ચૂંટણી હતી જેમાં ભાજપ આઠે આઠ બેઠકો ઉપર વિજેતા બનતા સી આર પાટીલ નું કદ વધી ગયું છે.

 જોકે ભાજપની ૮ બેઠકો પર પેટાચૂંટણી માં થયેલ વિજયને લઇને મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં પણ ઊંઝા શહેર-તાલુકા ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ઢોલ નગારા ઓ સાથે કાર્યકર્તાઓ એકત્ર થઈ એકબીજાને મીઠાઇ ખવડાવી વિજ્યોત્સવની ખુશીઓ વહેતી હતી. ઊંઝા શહેર અને તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.