National Politics

સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે ભાજ્પ-કૉંગ્રેસની ગંદી રાજનીતિ, કૉંગ્રેસનો 6 સર્જીકલ સ્ટ્રાઈક કર્યાનો દાવો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રચારનો મુદ્દો બનાવી દીધો છે.ત્યારે ગુરુવારે કોંગ્રેસે દાવો કર્યો હતો કે, યુપીએ સરકારના શાસનકાળમાં 6 સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને એક યાદી પણ જાહેર કરી હતી. સૈન્યના ઓપરેશનથી કોઈ રાજકીય લાભ લેવાનો આ પ્રયત્ન નથી.ત્યારે ભાજપ નેતા અરુણ જેટલીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેમની સર્જિકલ સ્ટ્રાઈક અદ્રશ્ય અને અજ્ઞાત હતી.

મળતી માહીતી મુજબ, કોંગ્રેસ પ્રવક્તા રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, યુપીએ સરકારે 6 સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પૂંછ સેક્ટરના ભટ્ટલ સેક્ટરમાં (19 જૂન 2008ના રોજ), કેલ શારદા સેક્ટરમાં , નિલમ નદીના ઘાટને પેલે પાર (30 ઓગસ્ટ-1સપ્ટેમ્બર 2011ના રોજ), સાવનપાત્રા ચેકપોસ્ટ (6 જાન્યુઆરી 2013ના રોજ), નાજપીર સેક્ટર (27-28 જુલાઈ 2013), નિલમ ઘાટી (6 ઓગસ્ટ 2013), આ સિવાય 23 ડિસેમ્બર 2013ના રોજ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

કોંગ્રેસે ઉમેર્યું હતું કે, તેઓએ ભાજપ સરકારના શાસનવાળી અટલ બિહારી વાજપેયી NDA સરકાર દરમિયાન સ્ટ્રાઈક કરી હતી. 2 સર્જિકલ સ્ટ્રાઈકની યાદી પણ જાહેર કરી હતી. જે નાદલા એન્ક્લેવ અને નિલમ નદીને પાર (21 જાન્યુઆરી 2000ના રોજ) અને પૂંછ સેક્ટરના બરોહ સેક્ટર (18 સપ્ટેમ્બર 2003ના રોજ) કરવામાં આવી હતી.ત્યારે કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપ સિનિયર નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે, મનમોહન સરકારે 2008માં મુંબઈ આતંકી હુમલા બાદ તેની સામે કોઈ કાર્યવાહી કરી જ નથી. કોંગ્રેસ પ્રવક્તા રાગિની નાયકે કહ્યું હતું કે, જ્યારે પૂર્વ વડા પ્રધાન અને સૈન્ય પ્રમુખે કહ્યું હતું કે, અગાઉ પણ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી.

તો વળી કૉંગ્રેસ ના રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, મનમોહનસિંહ અને વાજપેયી બંનેએ ક્યારેય સ્ટ્રાઈક અંગે વાત કરી નથી. કોંગ્રેસે ક્યારેય સૈન્યના ઓપરેશનનો ઉપયોગ રાજકીય યશ ખાટવા માટે કર્યો નથી. ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસના વડા પ્રધાન સિંહના 10 વર્ષના કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક હુમલો દાવા સાથે આચવામાં આવતું એક જુઠ્ઠાણું છે. શાકસપક્ષે કહ્યુંહતું કે, ભાજપ અમને કોઈ કાર્યવાહી કરવાની સીધી છૂટ નથી આપતી. તેથી તે દોષી છે. આ કપટ રીતે બોલાતું ખોટું છે 26/11 ના રોજ મુંબઈ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મનમોહનસિંહે આતંકી હુમલા સામે વળતો જવાબ દેવાની છૂટ આપી નથી. એરચીફ માર્શલે એ સમયના વડા પ્રધાન મનમોહન પાસે પાકિસ્તાન પર હુમલો કરવા માટે પરવાનગી માગી હતી પણ મનાઈ કરી દેવાય.