કોંગ્રેસની જૂથબંધીનો સીધો ફાયદો ભાજપને : આઠ માંથી સાત બેઠકો પર ભાજપ આગળ

0
469

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  8 વિધાનસભા બેઠકો પર 81 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. આજે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે રાજ્યની જનતા પરિવર્તન ઇચ્છે છે કે પનુરાવર્તન જનતાનો મિજાજ ખુલીને સામે આવશે.આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. 3જી નવેમ્બરના ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા પર કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજાયુ હતું અને આજે પરિણામ જાહેર થશે.

જોકે મીડિયામાં આવેલા પરિણામો મુજબ મોરબી સિવાય તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જે જોતા એવું લાગે છે કે કદાચ મોટાભાગની સીટો ઉપર ભાજપનો વિજય થઈ શકે છે ચૂંટણી યોજાઈ તે પહેલા ૮ બેઠકો પર કોંગ્રેસની મહત્તમ જીત દેખાતી હતી પરંતુ કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે તેનો ફાયદો ભાજપને મળી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. કોંગ્રેસમાં પરેશ ધાનાણી હોય કે અમિત ચાવડા હોય કે કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હોય બધા જ પોતાના મત મતાંતર રીતે પોતાનો એકડો ઘૂંટતા હોય છે જ્યારે ભાજપમાં એક જ લાકડીએ બધાને હાંકવામાં આવતા હોય છે એટલે કંઈ શિસ્ત અને ગઠબંધન જૂથ શક્તિ સાથે ભાજપ આઠ બેઠકો ઉપર મેદાનમાં ઊતર્યું હતું જેનો તેને સ્પષ્ટ ફાયદો દેખાઈ રહ્યો છે.