ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો CM રૂપાણીને પત્ર : એપ્રિલ-મે માસનું વિજબીલ માફ કરો

0
9

મોર્નિંગ ન્યુઝ ફોકસ ફોકસ નેટવર્ક : હાલમાં lockdown ને પગલે લોકો છેલ્લા બે મહિનાથી પોતાના ઘરમાં પુરાઈ રહ્યા છે તો બીજી બાજુ ઉનાળાનો સમય હોઇ ગરમીને કારણે પોતાના ઘરોમાં પંખા અથવા એસી નો વપરાશ સ્વાભાવિકપણે વધી રહ્યો છે. જ્યારે ધંધા રોજગાર બંધ હોવાના પરિણામે લોકો આર્થિક નાણાભીડ પણ અનુભવી રહ્યા છે, ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર વીજબિલ માફ કરવાને લઈને મેદાનમાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને એપ્રિલ અને મે મહિનાના વીજબિલ માફ કરવાની રજૂઆત કરી છે.

અલ્પેશ ઠાકોરે પત્રમાં લખ્યું છે કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીને પગલે આપવામાં આવેલ lockdown ને કારણે મોટાભાગની જનતા પોતાના ઘરમાં જ સમય પસાર કરી રહી છે. વધુમાં ઉનાળાના દિવસો હોવાથી વીજ વપરાશ પણ સરેરાશ કરતાં વધારે થઈ રહ્યો રહ્યો છે.આપ લોક લાગણી સમજનાર વ્યક્તિ છો તેથી જ આપના દ્વારા માર્ચ, એપ્રિલ માસના વીજ બીલ ભરવાની મુદ્દત 31 મી મે સુધી લંબાવવામાં આવી છે, તેમજ વીજ બિલમાં ફિક્સ ચાર્જ વસૂલવા માંથી મુક્તિ આપવામાં આવી છે ઉપરાંત ફ્યૂઅલ ચાર્જમાં પણ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

પરંતુ છેલ્લા 59 દિવસમાં lockdown ના પરિણામે આટલી સહાય પૂરતી નથી તેથી આપને વિનંતી છે કે ગરીબ ખેડૂત તથા મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ અને મે માસના વીજ બીલમાં રાહત આપવામાં આવે. ગુજરાતની સંવેદનશીલ સરકાર આ દિશામાં યોગ્ય પગલાં ભરી અન્ય રાજ્યોને પણ સારું દૃષ્ટાંત પૂરું પાડે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ઠાકોર અલ્પેશ ઠાકોર ઠાકોર કે અલ્પેશ ઠાકોર ઠાકોર અલ્પેશ ઠાકોર ઠાકોર અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી જ રાધનપુર સીટ ઉપર ચૂંટણી લડયા ચૂંટણી લડયા ઉપર ચૂંટણી લડયા ચૂંટણી લડયા હતા પરંતુ તેમની હાર થઇ હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સરકાર ભાજપના નેતાની આ રજૂઆતને આ રજૂઆતને પગલે આ દિશામાં શું નિર્ણય લેશે ?