Editorial Gujarat Politics

જયંતિ ભાનુશાળી સેક્સકાંડ મામલે ભાજ્પ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપ્યું સૌથી મોટુ વિવાદાસ્પદ નિવેદન

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાતમાંથી મોદી ના દિલ્હી ગમન બાદ ભાજ્પ ના નેતાઓ ના ઍક પછી ઍક સેક્સ કાંડ ખુલવા લાગ્યા છે.રૂપાણી ના શાસનમાં ગુજરાત ભાજ્પ સેક્સ કાંડ થી બદનામ થઈ રહ્યુ છે,ત્યારે પોતાના નેતાઓના બચાવ માટે ભાજ્પ બહાના બાજી કરવામાં પણ જો કે શારમાતૂ નથી. મહિલા અધિકારો અને મહિલા સુરક્ષાની વાતો કરનાર ભાજપના કેટલાંક હવસખોર નેતાઓ જ મહિલાઓને પોતાની પ્રેમ જળમાં ફસાવી પક્ષ ને બદનામ કરી રહયા છે,ત્યારે નલિયા કાંડ ના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ભાજ્પ ના નેતા જયંતિ ભાનુશાલી નું સેક્સ કાંડ બહાર આવતાં એકવાર પુનઃ ભાજ્પ બદનામ થઈ રહ્યુ છે.

પણ આવી સેક્સ કાંડ ની ઘટનાઓ બહાર આવ્યા પછીયે ભાજ્પ ના નેતાઓ લાજવા ને બદલે ગાજતા હોય છે,જેનાથી પક્ષને હાનિ પહોંચે છે.બળાત્કારી ભાનુંશાળી નાં સેક્સ કાંડ ની કથિત વિડિઓ કલીપ બહાર આવ્યા પછી ભાજ્પ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એ આપેલ વિવાદાસ્પદ નિવેદન થી લોકો મા અને પક્ષ નાં કાર્યકરોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મીડિયાને જણાવ્યું હતુંકે, જયંતી ભાનુશાલી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી ભાજપમાં જ રહેશે.

વાઘાણી એ મીડિયા ને જણાવ્યું કે, તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે, ફોજદારી ગુનો લાગૂ પડ્યો છે, હાલ તપાસનો વિષય છે, સમગ્ર મામલે તપાસના અંતે જે કંઈ કરવું પડશે તેનો ભાજપ નિર્ણય લેશે. અત્યારે ભાજપમાં ભાનુશાલીની કોઈ જવાબદારી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે , સમગ્ર પ્રકરણ સામે આવતાની સાથે જ જયંતી ભાનુશાલી પાસેથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.