Gujarat Politics

પોલીસ સામે ભાજ્પ નેતા ઋત્વિજ પટેલની દાદાગીરી ના ચાલી, કેટલા રૂપિયા આપવો પડ્યો દંડ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ભાજપ યુવા મોરચાના નેતા ઋત્વિજ પટેલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરી ગુરુવારે સાંજે પરત ફર્યા હતા. ત્યારે તેને લેવા કાર્યકર્તાઓએ ફોર્ચ્યુનર કાર એરપોર્ટના એરાઇવલ એરિયામાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી. આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ આ કાર ત્યાંથી હટાવવા વારંવાર જાહેરાત કરી હતી છતાં કાર્યકર્તાઓ એ ધ્યાન ન દેતાં છેવટે પોલીસે કાર ટો કરાવી હતી. આ સમયે ત્યાં હાજર કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે રકઝક બાદ ઘર્ષણ વધ્યું હતું.

ગાડીટો થયા બાદ પોલીસ સાથે નેતા અને કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી થતાં પોલીસે 600 રૂપિયા દંડ વસૂલ કરી કાર છોડી હતી.પશ્ચિમ બંગાળમાં બે દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી હિંસામાં બંગાળ પોલીસે ભાજપ નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. બંગાળ પોલીસે કરેલા લાઠીચાર્જનો ખાર ભાજપના નેતાઓ ગુજરાત પોલીસ પર ઉતારતા હોય તેવી રીતે ઉગ્ર બોલાચાલી સાથે બબાલ કરી હતી.